અમેરિકા રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં રીપ્લીક્ન પાર્ટીના ટ્રમ્પ હારી ગયા છે અને ડેમોક્રેટ પાર્ટીના જો બિડેનની જીત થઈ છે. આ સમયે હવે ટ્રમ્પ હારી જતા તેમના સમર્થકો હથિયારો લઈને રસ્તા પર આવ્યા છે. ઘણા સ્થળોએ ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બીડેનના સમર્થકો વચ્ચે સંઘર્ષ થઈ રહ્યો છે.

ડોનાલ્ડ ટ્રમ્પના ચાહકો જ્યાં ત્યાં ભેગા થઈને રસ્તાઓ રોકી રહ્યા છે. હાલમાં રાષ્ટ્રપ્રમુખના હોદ્દા પર ડોનાલ્ડ ટ્રમ્પ છે તેથી પોલીસ પ્રશાસન માટે પણ કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કામ પડકારજનક બન્યું છે. હાલમાં દેખીતી રીતે જો બિડેન ખુબ મોટી સરસાઈથી વિજેતા બન્યા છે છતાં ટ્રમ્પ આ હાર સ્વીકારવા તૈયાર નથી અને તેઓ કાનૂની લડત આપીને જીત મેળવવાનો દાવો કરી રહ્યા છે.
ટ્રમ્પ દ્વારા કેટલાય રાજ્યોમાં મતગણતરીને કોર્ટમાં પડકારી હતી, તો કેટલાય રાજ્યોમાં આ ગણતરીને નવેસરથી કરાવી હતી. આ તમામ સંઘર્ષો છતાં ડોનાલ્ડ ટ્રમ્પ હારી ગયા અને હવે તેના સમર્થકોએ દેખાવો શરૂ કર્યા છે. સાથે અમુક જગ્યાએ રેલીઓ થઇ રહી છે તો કેટલાક સમર્થકો ચૂંટણીમાં ગોટાળો થયો હોવાની વાત લઈને દેખાવો કરી રહ્યા છે. અમેરિકાના એરિઝોનામાં ટ્રમ્પના સમર્થકોએ ધમાલ મચાવી હતી ત્યારબાદ ત્યાના પોલીસ દ્વારા સ્થિતિમાં કાબુ કરવામાં આવ્યો છે. તો મિલવોકીમાં ગણતરીના સ્થળ પર પ્રદર્શન કરનાર લોકોએ સ્પીકર વગાડીને દેકારો કર્યો હતો.

વોશિંગ્ટનમાં બાઈક રેલી યોજાઈ અને શહેરો બંધ કરાવ્યા હતા અને તમામ માર્કેટ અને મોલ પણ બંધ કરાવ્યા હતા, આ સંઘર્ષ વચ્ચે બિડેનના સમર્થકો પણ આવી ગયા છે તેથી અમેરિકામાં હિંસા ફાટવાની શંકાઓ છે. ત્યાના કેટલાક સંગઠનો ચોરી અટકાવો એવા સુત્રોચ્ચાર સાથે પર પ્રદર્શન કરી રહ્યા છે તેથી પોલીસ માટે પણ પડકાર જનક પ્રશ્ન ઉભો થયો છે. જયારે આ મામલે સોશિયલ મીડિયા દ્વારા પ્રદર્શન થઇ રહ્યું છે તેથી ફેસબુકના અમુક ગ્રુપોને પણ પ્રતિબંધિત કરવામાં આવ્યા છે.