ભારતમાં ઘણા વર્ષોથી આઈપીએલ રમાય છે. દરેક દેશના ધુરંધર ખેલાડીઓ સાથે ભારતીય ખેલાડીઓ ટીમ બનાવીને અમુક રાજ્યોની ટીમો તેના માલિકો દ્વારા રમાડવામાં આવે છે. આ વર્ષે કોરોનાના કારણે આઈપીએલ થોડા મોડા સમય બાદ પણ યોજાઈ હત. આ વર્ષે ટી 20 લીગ તેના સમય કરતા 6 મહિના મોડી યોજવામાં આવી હતી.

દર વર્ષે આ આઈપીએલનું આયોજન ભારતમાં થાય છે જ્યારે આ વર્ષે આયોજન UAE માં થયું હતું. હવે તેની ફાઈનલ મેચ 10 નવેમ્બરે યોજાશે. આ વર્ષે આ મેચ બાદ હવે આવતા વર્ષે BCCI વડા સૌરવ ગાંગુલી આવતા વર્ષે બે આઈપીએલનું આયોજન થશે તેવી વાત જણાવવામાં આવી છે. આ મામલે મૂળ વાત એવી છે કે મહિલા ક્રિકેટ ટીમ માટે અલગ આઈપીએલ રમાડવામાં આવશે. આ મેચનું આયોજન ભારતમાં જ થશે તેવું ગાંગુલી દ્વારા જણાવવામાં આવ્યું છે. અને ઘરેલું ક્રિકેટ હવે ભારતમાં ચાલુ થઇ જશે. આવતા વર્ષે યોજનારી IPL તેના દર વર્ષના સમય મુજબ ચાલુ થઈ જાય. જેનું આયોજન ભારતમાં જ કરવામાં આવશે. ઇંગ્લેન્ડ સામેની દ્વિપક્ષીય શ્રેણી પણ ફેબ્રુઆરીમાં ભારતીય ભૂમિ પર યોજવામાં આવશે.
ભારતમાં આગામી IPLના આયોજન માટે તૈયારી આરંભી દેવામાં આવી છે. એક ખાનગી મીડિયા હાઉસ સાથેની ખાસ વાતમાં ગાંગુલીએ આગામી સિઝનમાં આઈપીએલ ભારતમાં યોજાશે. દેશમાં આગામી વર્ષે પુરુષ અને અને મહિલા એમ બંને ટીમો સાથે આઈપીએલ ટીમો રમાડવામાં આવશે. દેશમાં મહિલા ક્રિકેટ ટીમને પ્રોત્સાહન આપવા માટે આ આઈપીએલ યોજવામાં આવશે.

આ વર્ષે યોજાયેલી ટીમમાં માત્ર ત્રણ ટીમોએ ભાગ લીધો હતો. આવતા વર્ષે સાતથી આઠ ટીમો ભાગ લઇ શકશે. અને તે પ્રકારના આયોજનની વાત કરવામાં આવી છે. આ સિવાય ગાંગુલીએ ઓસ્ટ્રેલીયામાં યોજાનારી વર્લ્ડ ટી 20 લીગમાં 80 હજાર દર્શકોએ નિહાળી તેવી વાત જણાવામાં આવી છે. તે સિવાય આવનારા સમયમાં ઈંગ્લેન્ડની ટીમ ભારતના પ્રવાસ કરશે અને ભારતીય ટીમ ઓસ્ટ્રેલીયાનો પ્રવાસ કરશે તેવું કહેવામાં આવશે.
આમ આવનારા સમયમાં ભારતમાં યોજાનારી બે આઈપીએલ અંગેનો સંકેત આપી દેવામાં આવ્યો છે. આમ પણ સૌરવ ગાંગુલી BCCIના વડા છે એટલે આવનારા સમયમાં થનારા આયોજન વિશેની તમામ આયોજન અંગેની વાતો શેર કરી હતી. હાલ કોરોના મહામારી ચાલી રહી છે પરંતુ આવનારા સમયમાં યોજાનાર ક્રિકેટ અંગેની તૈયારીનું ટાઈમ ટેબલ બનાવી લેવામાં આવ્યું છે.