દેશમાં નરેન્દ્ર મોદીના મિશન પ્રમાણે બેંકમાં ખાતું નહિ ધરાવતા લોકો માટે ઝીરો બેલેન્સમાં ખાતું ખોલી આપવામાં આવ્યું હતું અને જેથી દરેક લોકો બેન્કની સુવિધાનો લાભ લઈ શકે. આ સિવાય આ માટે નોટબંધીના ભાગ રૂપે બેંકમાં રૂપિયાથી વહીવટ સરળ બને તે માટે આ સુવિધા આપવામાં આવી હતી. પરંતુ હવે તમારી પાસે જનધન ખાતું છે પણ તમે બેંક સાથે આધાર કાર્ડ લિંક ના કર્યું હોય તો તમને 1.30 લાખનું નુકશાન થવાની શક્યતાઓ છે.

If your Jandhan account is not linked to Aadhaar
આ જનધન ખાતામાં સરકારશ્રી દ્વારા અનેક સુવિધાઓ આપવામાં આવે છે અને આ ખાતામાં ઓછામાં ઓછું કોઈ બેલેન્સ રાખવાની મર્યાદા નથી તેથી ગરીબ લોકો પોતાની જરૂરિયાત પ્રમાણે રાખેલા રૂપિયા ગમે ત્યારે ઉપાડી શકે છે. જ્યારે બેંકમાં સરકાર દ્વારા આ જનધન ખાતામાંથી લોન જેમ જ લોકો ઓવરડ્રાફ્ટ સ્વરૂપે રૂપિયા લઇ શકે છે. આ ખાતામાં એટીએમ સ્વરૂપમાં કાર્ડ પણ મળે છે. આ સુવિધા માટે તમારે આધાર લિંક કરેલું હોવું જરૂરી છે.
બેંકમાં ખોલવામાં આવતા ગ્રાહકોને આધાર લિંક કરવાથી રૂપે કાર્ડ અપાય છે અને આ રૂપે કાર્ડ દ્વારા તમને એક લાખનો અકસ્માત વીમો આપવામાં આવે છે. આ સિવાય બેંક જનધન ખાતા સાથે 30000 નો અકસ્માત વીમો પણ આપવામાં આવે છે. પરંતુ આના માટે પણ આધાર લિંક કરેલું હોવું જરૂરી છે. આમ બેન્કના જનધન ખાતા સાથે આધાર લિંક ના હોય તો તમને સીધુ જ 1 લાખ અને 30 હજારનું નુકશાન થવાની શક્યતાઓ છે.

જનધન ખાતા સાથે આધાર લિંક કરવા માટે તમારે બેંકમાં આધાર કાર્ડની નકલ અને પાસબુક લઈ જવાથી ટૂંક સમયમાં જ આધાર લિંક કરી દેવામાં આવે છે. ઘણી બેંકો મોબાઈલના મેસેજ દ્વારા પણ આધાર લિંક કરી આપવામાં આવે છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ગ્રાહકો માટે બેંક આવી જ સુવિધા આપે છે. બેંક દ્વારા પોતાનો બેંકમાં જોડેલો મોબાઈલ નંબર દ્વારા UID <સ્પેસ> આધાર નંબર <સ્પેસ> ખાતા નંબર લખીને 567676 પર મેસેજ કરવાથી તમારું આધાર કાર્ડ જનધન ખાતા સાથે જોડી આપવામાં આવે છે.
આ સિવાય બેંક લોનની જેમ જ તમારા જનધન ખાતામાં આધાર લિંક કરવાથી 5000 રૂપિયા વાપરવા આપે છે. જે તમારી સગવડતા મુજબ ગમે ત્યારે જમા કરવી શકો છો. જનધન એવા પ્રકારનું ખાતું છે જે 10 વર્ષથી ઓછી ઉમરના બાળકો માટે પણ ખોલી શકાય છે. બેંકમાં આપેલા ફોર્મમાં જરૂરી વિગતો અને તમારા જરૂરી માંગેલા પ્રમાણ પત્રોની નકલ આપીને આ ખાતું ખોલાવી શકો છો.