ગુજરાત સરકાર દિવાળી વેકેશન બાદ શાળાઓ ખોલવા જઈ રહી છે. ગુજરાત સરકારે ટોચના અધિકારીઓ અને ગૃહ મંત્રી અને શિક્ષણ વિભાગ અને આરોગ્ય વિભાગના મંત્રીઓ સાથે બેઠક યોજીને આ નિર્ણય લીધો છે. સરકાર દ્વારા 23 નવેમ્બરથી શાળાઓ ખોલવામાં આવશે. આ સાથે સરકારે તબક્કા વાર કોલેજ અને યુનીવર્સીટીઓ ખોલવાનો નિર્ણય કર્યો છે.

Schools will open in Gujarat from November 23
આ નિર્ણય મુજબ સૌપ્રથમ કોલેજ અને માધ્યમિક શાળાઓ ખોલવામાં આવશે જેમાં ધોરણ 9 થી 12 અને ડીગ્રી વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આ તમામ શૈક્ષણિક કાર્ય માટે જતા વિદ્યાર્થીઓએ સરકારી ગાઈડલાઈન્સનું પાલન કરવાનું રહેશે તેમજ માસ્ક ફરજીયાત કરવામાં આવશે. શાળાઓ ખોલવા અંગેની જાહેરાત શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા કરવામાં આવી છે અને તમામ વર્ગો SOP પ્રમાણે કરાશે.
આ અભ્યાસ સાથે ઓનલાઈન અભ્યાસની વ્યવસ્થા પણ ચાલુ રખાશે. આ તમામ શાળાઓમાં પ્રાથમિક 1 થી 8 ધોરણ માટે આગામી સમયમાં ખોલવા અંગે નિર્ણય લેવાશે. નાના બાળકોને શાળાએ મોકલવાની સંપૂર્ણ જવાબદારી માતાપિતા અને વાલીઓની રહેશે. વાલીઓ પાસે બાળકને શાળાએ મોકલવું કે ના મોકલવું તેમનું સંમતિ પત્ર મંજુરી માટે મોકલવામાં આવશે. શાળાઓમાં વિધાર્થીઓને હાજર રાખવા ફરજીયાત નથી.

વાલીઓ સરકારના આ નિર્ણય સામે એક જોતા નારાજ છે કે શાળાઓમાં બાળક માટેની સંપૂર્ણ જવાબદારી વાલીઓ માથે નાખીને જવાબદારીમાંથી સરકારે હાથ ખંખેરી લીધા છે. ગુજરાત સરકાર દિવાળી પછી શૈક્ષણિક સત્ર લાંબુ રાખવા માંગે છે. સામાન્ય રીતે પહેલુ સત્ર 105 દિવસનું હોય છે. 21 દિવસના વેકેશન સહિતના દિવસો સાથે આ સત્ર પૂરું થઇ ગયું છે. હવે આવનારું સત્ર 150થી 155 દિવસનું રાખીને સરકાર બાકી રહેલો અભ્યાસ પૂર્ણ કરવા માંગે છે. હાલમાં હવે સ્કૂલો ખુલશે જે સત્રમાં વધારા સાથે માર્ચમાં પરીક્ષાઓ હોય છે જેની જગ્યાએ હવે જુનથી જુલાઈ સુધી લંબાવવામાં આવશે.
આ તમામ બાબતોના ખ્યાલ સાથે સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી સંપૂર્ણપણે કોરોના ગાઈડલાઈન્સ પ્રમાણે શાળાઓમાં વ્યવસ્થા ગોઠવવામાં આવશે, જેમાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક અને રમત ગમત વગેરે બાબતોમાં કે સભા કે સેમીનાર બાબતોમાં પ્રતીબંધન સાથે સુરક્ષા રાખવામાં આવશે.