આપણા માટે દિવાળી ખુશીઓનો તહેવાર છે. રંગો સાથે માતાજીની પૂજા આરાધના સાથે નવા વર્ષના સંકલ્પ કરવાનો અને માતાજી અને ભગવાનને પ્રાર્થના કરવાનો સાથે ફટાકડા અને સ્નેહીજનોને મળીને ખુશીયો સાથે તેમના આશીર્વાદ મેળવવાનો સમય છે દિવાળીનો તહેવાર. આ તહેવાર આ વર્ષે 14 નવેમ્બર 2020 ના રોજ છે. કોરોના મહામારીના સંકટ અને સંક્રમણને કારણે આ વર્ષે તહેવાર ઉજવવામાં થોડીક મર્યાદાઓ રહે છે. પરંતુ તહેવાર તો પુરા રંગઢંગ સાથે જ ઉજવાશે.
દિવાળીના દિવસે આપણા ઘરમાં માતા લક્ષ્મીનું પૂજન થાય છે અને માં લક્ષ્મીજી આપણા ઘરમાં પ્રવેશ કરે છે. આ દિવસે ઘરને શણગારીને દીવડાઓ પ્રગટાવવામાં આવે છે અને માતા લક્ષ્મીને પ્રાર્થના કરવામાં આવે છે જેથી માતાની કૃપા આપણા ઘરમાં યથાવત રહી શકે. પરંતુ આ દિવસે ઘર માટે અમુક વસ્તુ હોવી નુકશાન કર્તા અને અશુભ માનવામાં આવે છે. આ વસ્તુઓ ઘરમાં હોવાથી ઘરની ઉપર ખુબ માઠી અસર પડે છે તેમજ માતા લક્ષ્મીના આશીર્વાદ મળતા નથી અને તેની કૃપા થતી નથી.
આ વસ્તુઓમાં જો તમારા ઘરમાં તૂટેલો કાચ અશુભ માનવામાં આવે છે જેમકે તમારા ઘરમાં અરીસાનો કાચ, બારીનો કાચ, વાહનોના કાચ આ તમામ કાચ તમારા ઘરમાં હોય તો તેનાથી લક્ષ્મીજીની કૃપા થતી નથી. જો તમારી બારીનો કાચ તૂટી ગયો હોય તો તેની જગ્યાએ નવો કાચ લગાવી દેવો. તૂટેલો કાચ ઘરમાં નકારાત્મક ઉર્જા વધે છે.
તમારા ઘરમાં ખંડિત મૂર્તિ કે પ્રતિમા પણ અશુભ માનવામાં આવે છે. જો ઘરમાં ખંડિત મૂર્તિ હોય તો તેને સમુદ્ર કે નદીના પધરાવી દેવી જોઈએ. આવી મૂર્તિઓ ઘરમાં દુર્ભાગ્ય વધારવાનું કાર્ય કરે છે. આ સમયે દિવાળીના દિવસે તમામ મૂર્તિઓ જોઇને ખંડિત મૂર્તિઓ ઘરમાંથી દુર કરી દેવી જોઈએ.
ઘરમાં તમારું ફર્નીચર પણ યોગ્ય હોવું જરૂરી છે. તમારું ફર્નીચર તૂટેલું હોય તો તે પણ તમારા માટે અશુભ માનવામાં આવે છે. ઘરમાં રહેવું ફર્નીચર યોગ્ય હોવું જોઈએ. અને સંપૂર્ણ હોવું પણ આવશ્યક છે. જો ઘરમાં ફર્નીચર ખરાબ હોય તો ઘર પર ખુબ નકારાત્મક અસર પડે છે.
તૂટી ગયેલી ઘડિયાળ ઘર માટે અશુભ માનવામાં આવે છે. વાસ્તુ મુજબ ઘડિયાળ પ્રગતિનું પ્રતિક ગણવામાં આવે છે. ઘરમાં સારી અને યોગ્ય ઘડિયાળ હોય તો ઘરમાં પ્રગતી થાય છે. માટે જો તમારા ઘરમાં તૂટેલી ઘડિયાળ હોય તો તેને ઘરની બહાર કાઢી નાખો.
ફાટેલા ચપ્પલ અને બુટ અથવા મોજડી ઘરમાં અશુભ મનાય છે. આવી વસ્તુ ઘરમાં નેગેટીવ ઉર્જા લાવે છે. જો ઘરમાં ફાટેલા અને તૂટેલા બુટ ચપ્પલ હોય તો ઘરમાં ખરાબ અસર થાય છે. આપણા ઘરે આવતા સગા સંબંધીઓ માટે પણ શરૂઆતમાં જ આવી વસ્તુઓ પર અસર પડે છે અને તેમના પર આ આપણા પ્રત્યે નકારાત્મક ભાવ થઈ શકે છે. દિવાળીમાં ઘરની સફાઈ કરતા સમયે જૂના અને ફાટેલા પગરખા અને ચપ્પલ દુર કરી દેવા જોઈએ. આ તૂટલાં બુટ ચપ્પલ આપણા નસીબમાં પણ ખરાબ અસર ઉપજાવે છે.
આમ જો તમે ઘરમાં આર્થિક પ્રગતી કરવા માંગતા હો અને અનેક સફળતાઓ મેળવવા માંગતા હો તો તમારે અમે બતાવેલી આ વસ્તુઓ ઘરમાંથી દુર કરી દેવા જોઈએ. જેથી નવા વર્ષમાં માતા લક્ષ્મીજીની કૃપા આવવાનું ચાલુ થઈ જાય અને તમારા ઘર પરિવારને સકારાત્મક ઉર્જા મળતી રહે.