ઇન્ફોર્મેશન અને ટેકનોલોજીની ખ્યાતનામ કંપની વિપ્રોના માલિક અજીમ પ્રેમજીએ સમાજસેવા માટે સૌથી વધારે મોટું દાન કરનાર ઉદ્યોગપતિ બન્યા છે. તેમણે 2020માં રોજના 22 કરોડ રૂપિયા લેખે વર્ષમાં 7904 રૂપિયાની મોટી રકમનું દાન કરી ચુક્યા છે. તેઓ ભારતના સૌથી મોટા દાનવીર બની ચુક્યા છે.

આમપણ દેશના ઘણા ઉદ્યોગપતિઓ દાન કરે છે. જેમાં દેશના સૌથી અમીર વ્યક્તિ અને રિલાયન્સના માલિક મુકેશ અંબાણી પણ દાન કરે છે પરંતુ ભારતમાં તેઓ ત્રીજા નંબરના દાનવીર છે. બીજા નંબર પર HCL કંપનીના માલિક શિવ નાડર છે. શિવ નાડરે 2020 795 કરોડ રૂપિયાનું દાન કર્યું છે. આ વર્ષે તેમને 826 કરોડ રૂપિયા સમાજસેવામાં વાપર્યા હતા. જયારે ગયા વર્ષે અજીમ પ્રેમજીએ 426 કરોડ રૂપિયાનું દાન કર્યું હતું.

જયારે મુકેશ અંબાણીએ આ વર્ષે 458 કરોડ રૂપિયાના દાન સાથે તેઓ ત્રીજા નંબરે રહ્યા છે. આ વર્ષે પણ તેઓએ 402 કરોડ રૂપિયાનું દાન કર્યું હતું. જયારે બિરલા ગ્રુપ મંગલમ બિરલા ચોથા નંબરના દાનવીર બન્યા છે. તેમજ વેદાંતા ગૃપ અનીલ અગ્રવાલ પાંચમાં નંબરના દાનવીર છે. દેશમાં 10 કરોડથી વધુ દાન આપનાર વ્યક્તિઓમાં 78 વ્યક્તિ ભારતમાં થયા છે. આ વખતે મોટાભાગના ઉદ્યોગપતિઓઓએ કોરોના મહામારીના પરિણામે પીએમ ફંડમાં ખુબ મોટું દાન કર્યું છે.

પીએમ ફંડમાં મુકેશ અંબાણીએ 500 કરોડ અને મંગલમ ગ્રુપે 400 કરોડ રૂપિયાનું દાન કર્યું છે. ટાટા ગ્રુપ દ્વારા પણ 500 કરોડ રૂપિયા આ ફંડમાં આપવામાં આવ્યા છે. કોરોના સામે લડવા મોટું દાન સરકારી ફંડમાં 1500 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. ત્યારે કોરોના માટે અજીમ પ્રેમજીએ 1125 કરોડ રૂપિયા અને મુકેશ અંબાણીએ 510 કરોડ રૂપિયા આપ્યા છે. ગયા વર્ષની સંખ્યા કરતા આ વર્ષે દાન 10 કરોડથી વધુ દાન કરનારની સંખ્યા 6 વધી છે અને ગયા વર્ષે 72 વ્યક્તિઓ હતા.