હાલમાં વિજ્ઞાનીઓ હેરાન છે જેનું કારણ છે અને પૃથ્વી પર એક આફત આવી રાહત છે. આ પહેલા ગ્રહની દિશા અલગ હતી પરંતુ હવે તેની દિશા બદલાઈ છે. આ ગ્રહ પૃથ્વી તરફ આવી રહ્યો છે અને વિજ્ઞાનીઓ ચિંતામાં છે કે પ્રુથ્વી પર ટકરાવાની ચિંતાઓ છે.
આ એસ્ટેરોઇડ હાલમાં પૃથ્વી પર આવી રહ્યો છે અને તે 2068માં પૃથ્વી પર ટકરાઈ શકે છે અને તેની પહોળાઈ 1200 ફૂટ જેટલી છે. ફૂટબોલ જેટલો આકાર ધરાવનાર આ એસ્ટેરોઈડનું નામ એપોફીસ નામ રાખવામાં આવ્યું છે અને તેની વિજ્ઞાનિકોએ ભાળ 2004માં કરી હતી. આ ગ્રહ પૃથ્વી પર ટકરાવાની શક્યતાઓ ખુબ જ છે, જો કે આ એસ્ટરોઈડ આજથી 48 વર્ષ બાદ પૃથ્વી સાથે ટકરાઈ શકે છે.

અમેરિકની સંસ્થા નાસા દ્વારા આ 1200 ફૂટ જેટલું પહોળાઈ કદ તેની ભ્રમણ કક્ષામાં ફરી રહ્યો હતો પરંતુ યાર્કોવ્સકી અસર મુજબ કોઈ આકાશમાં ઘૂમતો કોઈ પથ્થર સૂર્યની ગરમીથી થોડોક પોતાનો માર્ગ બદલી નાખે છે. તે મુજબ આ એસ્ટેરોઈડે પણ દિશા અને ગતિ બદલી નાખી છે. આ ઝડપ ક્યારેક ઘટે અને વધે છે.
અવકાશ વિજ્ઞાનીકો આ એસ્ટેરોઈડનુ નિરીક્ષણ કરી રહ્યા છે. આ ગ્રહની હાલમાં તો પૃથ્વી પર ટકરાવાની શક્યતાઓ છે પરંતુ સાચી હકીકત 10 વર્ષ બાદ જાણી શકાય તેમ છે. હવે 10 વર્ષ પછી ક્યારે પૃથ્વી સાથે ટકરાશે તેની તારીખ અને સમય નક્કી થઇ જાશે. આ પહેલા 2029માં પૃથ્વીની નજીકથી બીજો જ એક એસ્ટેરોઈડપૃથ્વી નજીકથી પસાર થશે. નાસાએ 13 એપ્રિલ 2029ના રોજ પૃથ્વી નજીકથી પસાર થવાની જાહેરાત કરી છે. પરતુ તે પૃથ્વીથી 30 હજાર કિલોમીટર દૂરના અંતર પર હશે.

પરંતુ 2068માં આવનારો એપોફાઈસીસ પૃથ્વી સાથે ટકરાશે છે તો વિનાશ લાવી શકે છે. આ એસ્ટેરોઈડ પૃથ્વીના મોટાભાગના ભાગનો સંપૂર્ણપણે નાશ પણ કરી શકે છે. જો તે સમુદ્રમાં પડે તો ભયંકર સુનામી લાવી શકે તેમ છે. જો તે જમીન પર પડે તો ઘણા દેશ તેનો ભોગ બને તેમ છે. જંગલમાં પડશે તો આગ જેવી સંભાવના પણ રહેલી છે. આમ આ એસ્ટેરોઈડ પૃથ્વી માટે દુશ્મની રાક્ષસ સમાન છે.