છેલ્લા 8 માસથી કોરોનાનું સંક્રમણ સતત વધતું જાય છે, પરંતુ આવેલા દિવાળીના તહેવારોમાં લોકોના પરિવાર જનો સાથેના મિલન તેમજ ખરીદી માટે થયેલી ભીડના કારણે સમગ્ર ગુજરાત રાજ્યમાં કોરોનાના કેસો ખુબ જ વધી ગયા છે અને આવનારા સમયમાં પણ વધવાની શક્યતાઓ છે, જેને લઈને સરકારી તંત્ર સાવચેત થયું છે.
કોરોના સંક્રમણ પર કાબુ રાખવા માટે અમદાવાદ શહેરમાં રાત્રીના 9 થી સવારના 6 વાગ્યા સુધી કરફ્યુ લગાવવામાં આવ્યો છે. શહેરના દૈનિક આંકડા કરતા વધારે કેસો આવતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે અન્ય જિલ્લામાં પણ કોરોનાના કેસો વધી રહ્યા છે જેથી દરેક આવા વધારે પડતા સંક્રમણ ધરાવતા જિલ્લાઓમાં તંત્ર દ્વારા બેઠકો યોજીને ટૂંક સમયમાં જ નિર્ણય લેવામાં આવી શકે છે.

આ કોરોના વધી રહેલા જીલ્લાઓ રાજકોટ, સુરત અને વડોદરાનો સમાવેશ થાય છે. રાજકોટ જિલ્લામાં આજ સાંજ સુધીમાં અગત્યનો નિર્ણય લેવામાં આવી શકે છે, જીલ્લા કલેકટર દ્વારા હાલમાં જ એક પ્રેસ કોન્સ્ફ્રન્સ યોજવામાં આવી હતી. રાજકોટથી અમદાવાદ તરફ્ જતી બસો પણ બંધ કરવામાં આવી છે. રાજ્ય કક્ષાના અધિકારીઓ સાથેની વાતચીત બાદ કરફ્યુ માટેનો નિર્ણય લેવામાં આવી શકે છે.
આ સિવાય વડોદરા શહેરમાં પણ કોરોનાના કેસો વધી રહ્યા છે. જેને લઈને કર્ફ્યુની વિચારણા કરવામાં આવી છે. જયારે સુરતમાં પણ જીલ્લા પોલીસ વડા અને નગરપાલિકા કમિશ્નર સાથે બેઠક યોજાઈ રહી છે. જેમાં સુરતમાં ભીડભાડ વાળા વિસ્તારો બંધ કરવામાં આવશે તેવી ચર્ચાઓ છે.

આ સિવાય દિવસે માસ્ક પહેર્યા વગર કોઈ નાગરિક નીકળશે તો તેમની પાસેથી દંડ વસુલ કરવામાં આવશે. અને નજીકની કોરોના ટેસ્ટીંગ વોર્ડમાં લઇ જવામાં આવશે, અને માસ્ક પહેર્યા વગર નીકળેલી વ્યક્તિ કોરોના પોજીટીવ જણાશે તો સારવાર બાદ તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. કોરોના સામે થઇ રહેલા રાત્રી કરફ્યુ સાથે પોલીસે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનો અમલ નહી કરનાર સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
સુરતની વાત કરવામાં આવે તો મનપા દ્વારા રેલ્વે સ્ટેશને રોજ 900 લોકોનું ટેસ્ટીંગ થઇ રહ્યું છે. બસ સ્ટેશને 600 લોકોનું ટેસ્ટીંગ થઇ રહ્યું છે. શહેરના 4 પ્રવેશ દ્વાર પર ચેકપોસ્ટ ઉભી કરાઈ છે. અને ત્યાં રોજના 1200 વ્યક્તીઓનું ટેસ્ટીંગ થાય છે. દરેક પોઈન્ટ પર રોજના 50 કેસ પોજીટીવ આવી રહ્યા છે. અન્ય આગામી સમયમાં વધારે ટેસ્ટીંગ પોઈન્ટ ઉભા કરવામાં આવશે અને હીરા બજારો, ટેક્સટાઈલ માર્કેટમાં પણ ટેસ્ટીંગ ચાલુ કરવામાં આવશે.