તહેવારોના દિવસ બાદ રાજ્યમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. આથી અમદાવાદ તંત્ર દ્વારા કરફ્યુ સહીત સંક્રમણ અટકાવવાના પ્રયસો હાથ ધરી દેવામાં આવ્યા છે. જેમાં રાત્રીના 9 થી સવારના 6 વાગ્યા સુધી કરફ્યુ લાગુ કરવામાં આવ્યો છે. આ સિવાય દિવસ દરમિયાન વગર માંસ્કે ફરતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
માસ્ક વગર ફરનાર લોકોને પકડીને કોરોના ટેસ્ટ માટે લઈ જવામાં આવી રહ્યા છે. અને જો તેમનો રીપોર્ટ પોજીટીવ આવ્યો તો તરત જ હોસ્પીટલમાં મોકલી દેવામાં આવી રહ્યા છે જયારે નેગેટીવ રીપોર્ટ આવે તો રૂપિયા 1 હજારનો દંડ કરવામાં આવી રહ્યો છે. અમદાવાદમાં 7 ઝોનમાં 200 મહાનગરપાલિકાની ટીમો દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. અને આવા બેદરકાર લોકો સામે પગલા ભરવામાં આવી રહ્યા છે. આ સિવાય સોશિયલ ડિસ્ટન્સ નહિ જળવાય તેવા લોકોને પણ દંડ કરવામાં આવી રહ્યો છે. જયારે જે યુનિટમાં આ ગાઈડલાઈન્સનું પાલન નથી થઇ રહ્યું તે યુનિટ્સને સીલ કરવામાં આવી રહ્યા છે.

હાલમાં ગુજરાતમાં અમદાવાદના 46268 જેટલા કોરોનાના કેસ નોંધાઈ ચુક્યા છે. હવે દિવાળી બાદ સતત ફૂલ ઝડપે આ આકડો વધી રહ્યો છે. છેલ્લા 7 દિવસમાં જ 1578 કેસ નોંધાઈ ચુક્યા છે. આથી વગર માંસ્કે અમદાવાદમાં નીકળવું તમને મોંઘુ પડી શકે છે. તમારા પર આ સિવાય પોલીસ ફરિયાદ થઈને એફઆરઆઈ (FIR) પણ નોંધાઈ શકે છે. પહેલી વખત પકડાયા તો તમારે દંડ ભરવો પડશે જયારે બીજી વખત પકડાયા તો વિધિવત તમારા પર એફઆરઆઈ નોંધાઈ શકે છે.
આ સિવાય શહેરમાં જાહેર જગ્યાઓએ થુકવા પર પણ દંડ થઇ શકે છે. કોરોના સામે લોકડાઉનમાં પહેલી વખત કડકાઈ હતી તેટલી જ કડકાઈ કરવામાં આવી છે. પોલીસે આ પહેલા 31000 લોકો સામે ગુનો નોંધ્યો હતો અને 40000 લોકોની ધરપકડ લોકડાઉન દરમિયાન કરી હતી. હાલ દિવાળી બાદ હાલમાં પોલીસે 9 લોકો સામે માસ્ક નહિ પહેરવા અને જાહેરમાં થુકવા બદલ 101 લોકો સામે દંડ વસુલવાની કાર્યવાહી કરી હતી.

આમ માસ્ક નહિ પહેરનાર લોકો સામે કાયદો સખત કરાયો છે. મોલ કે રેસ્ટોરન્ટ અને બગીચામાં ભીડ તંત્રને દેખાશે તો તાત્કાલીક સીલ કરી દેવામાં આવશે. હાલમાં અમદાવાદમાં કરફ્યુને સમાચાર પ્રગટ થતા લોકોની ભીડ મોલ અને બજારમાં જોવા મળી રહી છે. લોકોના જરૂરિયાતની વસ્તુની તંગીની બીકે લોકોએ જમાલપુર શાક માર્કેટ અને બજારમાં ભીડ જોવા મળી હતી. જેને લઈને તંત્રે તાત્કાલિક પગલું ભર્યું હતું. ત્યારે શહેર તંત્ર દ્વારા માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સને લઈને કડકાઈ હાથ ધરી છે.