હાલમાં ગયેલા દિવાળીના તહેવાર બાદ સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસો વધ્યા છે. અમદાવાદમાં 57 કલાક સુધીનો કર્ફ્યું લગાવવામાં આવ્યો છે. જેમાં 23 નવેમ્બર સુધી રાત્રીના 9 થી સવારના 6 વાગ્યા સુધી કરફ્યુની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત બાદ અમદાવાદ શહેરમાં આવનારી રાત્રી બસો માટે પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. અમદાવાદમાં પ્રવેશ કરનારી બસો હવેથી બાયપાસ થઇને જતી રહેશે. આ સાથે અમદાવાદથી ઉપડતી 350 જેટલી બસો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

સરકાર દ્વારા કોરોનાના સંક્રમણને રોકવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. જેમાં તહેવારમાં લોકો વચ્ચે ખરીદી તેમજ નવા વર્ષમાં અવરજવરને લઈને આ કેસો વધી રહ્યા હતા. હાલ થોડા સમય પહેલા પહેલી ઓગષ્ટથી જ કરફ્યુ હટાવવામાં આવ્યો હતો. જયારે હાલમાં કરફ્યુ લગાવામાં આવ્યો છે.
અમદાવાદ શહેરમાં કોરોનાના કેસ વધતા સરકારે 300 ડોકટરો અને મેડીકલના 300 વિદ્યાર્થીને ફરજ પર મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત કોરોનાના દર્દીઓ માટે 20 જેટલી એમ્બ્યુલન્સ અને 20 જેટલી 108 સેવા એમ્બ્યુલન્સ સેવા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આમ કુલ 40 જેટલી એમ્બ્યુલન્સ પણ આ કરફ્યુ દરમિયાન સેવા આપશે.

હાલમાં આ કરફ્યુ દરમિયાન અમદાવાદમાં દવાની દુકાનો અને દુધના પાર્લરો ખુલ્લા રાખવામાં આવશે. જોકે વિમાની સેવાઓ અને રેલ્વે પોતાના સમય મુજબ આવન જાવન કરતી રહેશે. 57 કલાક સુધી અમદાવાદમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ બંધ રહેશે. હાલમાં વધતા કોરોનાના કેસોને લીધે એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે કે હોસ્પીટલમાં બેડની તંગી વર્તાય રહી છે, જેથી તંત્ર દ્વારા ચોખવટ કરવામાં આવી છે કે સરકારી હોસ્પીટલમાં 2237 અને ખાનગી હોસ્પીટલમાં 400 એમ કુલ 2637 બેડ ખાલી હોવાની સ્પષ્ટતા કરવામાં આવી છે.

અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા આ માટે ખુબ જ અગત્યનો નિર્ણય લેવાયો છે જે કોરોનાની સ્થિતિ પર કાબુ રાખી શકે છે. આ સાથે બેદરકારીથી બહાર ફરતા લોકો સામે પણ કડક વલણ દર્શાવવામાં આવ્યું છે. જેમાં 20 નવેમ્બરથી 23 નવેમ્બર સુધી રાત્રીના 9 થી સવારના 6 વાગ્યા સુધી કરફ્યુ રહેશે. જ્યારે શની- રવી 2 દિવસ સંપૂર્ણ કરફ્યુ રહેશે.