દિલ્હી એરપોર્ટ પર બે કાર્ગો ટર્મિનલ છે જે 1.5 લાખ મેટ્રિક ટન સમાનનું સંચાલન કરી શક છે. અહિયાં લગાવવામાં આવેલા કૂલ ચેમ્બર્સ 25 ડીગ્રીથી લઈને 20 ડીગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન સહન કરી શકે છે. કોરોના વાયરસની વેક્સીનની જરૂરીયાત પ્રમાણે આજ સુધી ઉપલબ્ધ થઇ શકી નથી. પરંતુ તેને આખા ભારતમાં પહોંચાડવા માટેની તૈયારીઓ થઇ ગઈ છે. ભારતીય એરલાઇન્સઅને એરપોર્ટ દ્વારા આ કાર્ય માટેનો સંપૂર્ણ પ્લાન થઇ ગયો છે. અત્યારે પૂરી ટીમ દ્વારા આને લઈને કોલ્ડ સ્ટોરેજનું સેટઅપ કરવામાં આવી રહ્યું છે કે જેથી શરૂઆતમાં જ કરોડો લોકો સુધી આ વેક્સીન પહોંચી શકે.

એરપોર્ટ પર એયર કાર્ગો યુનિટ્સ તૈનાત કરી દેવામાં આવ્યા છે. દિલ્હી અને હૈદરાબાદ એરપોર્ટનું સંચાલન કરનાર GMR ગ્રુપ દ્વારા બંને જગ્યાએ કુલ ચેમ્બર્સ લગાવ્યા છે. આ સિવાય બીજા એરપોર્ટ પર પણ વેક્સીનને લઈને હેરફેરની તૈયારી કરી દેવામાં આવી છે. GMR ગ્રૂપ પાસે કેટલાય પ્રકારની ટાઈમ એન્ડ ટેમ્પરેસર સેન્સીટીવ ડીસ્ટ્રીબ્યુસન સીસ્ટમ છે. તેના કુલ ચેમ્બર્સ +25 ડીગ્રી સેલ્સિયસથી -20 ડીગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન મેન્ટેનન્સ કરી શકે છે.
જયારે સ્પાઈઝેટની કાર્ગો ઈકાઈ, સ્પાઈસએક્સપ્રેસ દ્વારા ગ્લોબલ કોલ્ડ ચેન સોલ્યુસન પ્રોવાઈડર્સથી શરૂઆત કરી છે જેથી યોગ્ય રીતે નિયંત્રિત તાપમાન વચ્ચે આ વેક્સીન યોગ્ય જગ્યાએ પહોંચી શકે. ભારતના એવિએશન સેક્ટર માટે આ એયર કાર્ગોની સૌથી મોટી આ કવાયત સાબિત થઈ શકે છે. દિલ્હી એરપોર્ટ પર પણ કાર્ગો ટર્મિનલ પર દોઢ લાખ ટન માલ સામાન વહનની વ્યવસ્થા છે. આ જગ્યા પર તાપમાન સંચાલનના અલગ અલગ કુલ ચેમ્બર્સ છે. એયરસાઈડમાં કુલ ડોલીજ છે જેમાં ટર્મિનલ અને એયરક્રાફ્ટની વચ્ચેની ચેન યોગ્ય રીતે છે. ટર્મિનલ પર ગાડીઓની આવનજાવન માટે પણ ખાસ ગેટ્સ છે. એયર સાઈટમાં એક ટ્રાન્સશીપમેન્ટ એક્સીલેંસ સેન્ટર છે જે વેક્સીનને ઝડપથી વહન માટે મદદમાં આવી શકશે.

હાલમાં ભારતમાં વિશ્વના સૌ પ્રથમ નિર્માણ પામી રહેલી વેક્સીન કે જેમાં અલગ અલગ વેક્સીન આવી શકે છે. સૌ પ્રથમ એસ્ટ્રાઝેનેકા, મોડેર્ના, ફાયઝર, સ્પુટનીક વી, કોવેક્સીન, નોવાવેક્સ. આ તમામ રસીઓ અંતિમ તબક્કા સુધી પહોંચી છે. આમ ભારત એસ્ટ્રાજેનેકા અને નોવાવેક્સ સાથે સીરમ ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ડિયાએ કરાર કર્યો છે. જયારે કોવાક્સીનને ભારત બાયોટેક અને આઈસીએમઆર સાથે મળીને બનાવ્યો છે. જયારે સ્પુટનીક રશિયાની કોરોના વેક્સીન છે. આમાંથી ફાયઝર, નોવાવેક્સ અને મોડ્રના સિવાય બાકીની વેક્સીનનું ભારતમાં પરીક્ષણ થઈ રહ્યું છે. આમ સંપૂર્ણ રીતે વેક્સીનના વહન માટેની ચેન તૈયાર કરી લેવામાં આવી છે અને જલ્દીથી ભારતમાં આ તમામ વેક્સીન ઉપલબ્ધ કરાવવામાં આવશે.