ભારત બાયોટેકની ટ્રાયલ ભારતમાં ચાલી રહી છે. આ ભારત બાયોટેક દ્વારા કોવાક્સીન નામની રસી બનાવવામાં આવી છે. અને હાલમાં તેનું ત્રીજા તબક્કાનું પરીક્ષણ ચાલી રહ્યું છે. આ ત્રીજા ટ્રાયલમાં હરિયાણામાં પરીક્ષણ કરવામાં આવ્યું છે જેમાં હરિયાણાના ગૃહ મંત્રી અને સ્વાસ્થ્ય મંત્રી અનીજ વીજે પણ રસી મુકાવી છે. તેમને ત્યાના ડોક્ટરોના નિરીક્ષણ હેઠળ આ પરીક્ષણ દરમિયાન રસી મુકાવી છે અને લોકનેતા હોવાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

Corona vaccine; Third phase of covacin trial begins
કોઇપણ રસીઓ અને વેક્સીન બજારમાં મુકતા પહેલા તેનું અનેક તબક્કાઓમાં પરીક્ષણ કરવામાં આવે છે. જેમાં વોલેન્ટીયર પર પરીક્ષણ કરવામાં આવે છે જેમાં હરિયાણા ગૃહ મંત્રી તેમજ સ્વાસ્થ્ય મંત્રીનો હોદ્દો સંભાળી રહેલા અનીલ વીજે પોતાના પર ટ્રાયલ કરાવી છે. હાલમાં આ પરીક્ષણ માટે ભારત બાયોટેક કોવાકસીનની 25800 લોકો પર ટ્રાયલ કરવાની છે.

કોવાક્સીનની ત્રીજા તબક્કાની ટ્રાયલ હરિયાણા રોહતક ખાતેથી થઇ છે. હાલ સુધીમાં ત્રીજા તબક્કામાં 200 લોકોને આ વેક્સીનનો ડોઝ આપવામાં આવ્યો છે. પીજીઆઈ રોહતક વાઈસ ચાન્સેલર દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ ત્રીજા તબક્કાની ટ્રાયલ છે. અનીજ વીજે પોતાના પર પરીક્ષણ માટે ઈચ્છા વ્યક્ત કરતા તેમને પણ રસી મુકવામાં આવી છે અને તેઓ ભાજપના નેતા છે. તેમની ઉમર 67 વર્ષ છે અને તેઓએ અંબાલાની સિવિલ હોસ્પીટલમાં આ રસી મુકાવી છે.

આ પહેલા ભાજપના દીગજ્જ નેતા અનીલ વીજે દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ડોકટરો અને સ્વાસ્થ્ય વિભાગની ટીમ દ્વારા મને સવારે 11 વાગ્યે ટ્રાયલ માટે રસી મુકવામાં આવશે, અને મને ગર્વ થાય છે કે હું ભારતના ઉત્પાદિત થયેલી કોરોના વાયરસ સામે રક્ષણ આપતી રસી મુકાવી રહ્યો છું. જે ભારત બાયોટેકની બનાવેલી રસી છે.
અનીલ વીજે ભાજપના દિગ્ગજ નેતા છે. અને હરિયાણા અંબાલા વિસ્તારના ધારાસભ્ય છે, તેઓ રાજ્યમાં ગૃહ તેમજ સ્વાસ્થ્ય મંત્રીનો હોદ્દો સંભાળે છે. જેમાં ત્રીજા તબક્કાનું પરીક્ષણ 20 નવેમ્બરથી શરુ થયું તેમાં સૌપ્રથમ તેમને આ રસી મુકાવી. આ અનીજ વીજેનો ડોક્ટરોની હાજરીમાં રસી મુકાવતા સમયનો વિડીયો પણ વાયરલ થયો છે અને તેની ચર્ચાઓ થઈ રહી છે.