કોરોનાનું સંક્રમણ દિવસે દિવસે વધતું જાય છે, અને હાલ દિવાળી બાદ કોરોનાના કેસો વધી રહ્યા છે, પરંતુ આ સમયે દુનિયા માટે રાહતના સમાચાર આવ્યા છે. હવે આખી દુનિયા કોરોનાની વેકસીનની રાહ જોઈ રહી છે ત્યારે વેક્સીન બનાવનાર બે મોટી કંપનીઓ તરફથી આ ડીસેમ્બરના અંત પહેલા જ કોરોનાની રસી બજારમાં ઉપલબ્ધ થઇ જશે તેવા સમાચાર આપ્યા છે.
આ બંને મોટી કંપનીઓ ફાયઝર અને જર્મન કંપની બાયોએનટેક દ્વારા આ ખુશીના સમાચાર આપવામાં આવ્યા છે. તેમણે જાહેરાત કરી છે કે આવનારા ક્રિસમસ પહેલા જ કોરોનાની રસી બઝારમાં આવી જશે. હાલમાં આ રસીના ટેસ્ટીંગનું કાર્ય પૂર્ણ થઇ ગયું છે હવે તેને દરેક ઉમરના લોકો માટે ટેસ્ટીંગ થઇ રહ્યું છે.

કોરોનાની રસી આવશે તો સંપૂર્ણ પણે કોરોનાના સંક્રમણ સામે સુરક્ષા મેળવવાનો મુખ્ય હેતુ છે. અત્યાર સુધીમાં આ બનેલી રસીએ જરૂરિયાત મુજબના ટેસ્ટીંગમાં પરિણામો આપ્યા છે તેવું કંપની દ્વારા કહેવામાં આવ્યું છે. હાલમાં રસીના વપરાશની શરતો અને તેને લગતા મુદ્દાઓ માટે સરકારો પાસેથી પરવાનગીઓ માટેની પ્રક્રિયા ચાલી રહી છે.
હાલમાં વહેલી તકે રસી જાહેર જીવનમાં ઉપયોગી થઇ શકે અને બજારમાં વહેલી મૂકી શકાય તેને લઈને કંપની દ્વારા પુરતી કોશીશ કરવામાં આવી રહી છે. હાલમાં સર્વેક્ષણ દરમિયાન 95 ટકા સુધી કોરોનાના સંક્રમણને અટકાવવામાં આ રસી સફળ સાબિત થઇ છે. આ બનેલી રસીઓની કોઈ આડઅસર નથી. હાલમાં તેના ઉપયોગમાં લેવા માટેની નિયામક સંસ્થા પાસેથી આ રસીના ઉપયોગની મંજ્રુરી માટે અરજી કરવામાં આવશે.

આમ વહેલી તકે કોરોનાની રસી બજારમાં આવે તે જરૂરી છે. અને આ મોટી અગ્રણી કંપનીઓ બાયોએનટેક અને ફાયઝર દ્વારા પુરતી કોશિશો કરવામાં આવી છે. આ સિવાય અનેક રસીઓનું પણ પરીક્ષણ થઇ રહ્યું છે અને સમય પ્રમાણે તે રસીઓના દરેક ટેસ્ટીંગ થયા પછી બજારમાં મુકવામાં આવશે. હાલમાં દરેક રસીઓના ભાવ પણ અલગ અલગ છે. ઘણી વેક્સીનોનું ટેસ્ટીંગ પણ અંતિમ તબક્કામાં ચાલી રહ્યું છે. આમ, આવનારા સમયમાં વેક્સીન આવે ત્યાં સુધી દરેક વ્યક્તિએ ડિસ્ટન્સ જાળવવું અને માસ્ક પહેરવું એજ બહેતર છે.