વાઘ એટલે કે આપણું રાષ્ટ્રીય પ્રાણી, એના વિષે કહેવાય છે કે વાઘ પોતાના રહેણાંક માટે જે વિસ્તારને પસંદ કરે છે ત્યાંથી તે જલ્દી જતો નથી. વીતેલા આ દિવસોમાં એક ખબર સામે આવી છે કે એક વાઘે 3000 કિલોમીટરની સફર કરી લીધી છે. સમાચાર એવા છે કે આ વાઘ 4 વર્ષની ઉમરમાં પોતાની ટેરેટરી છોડીને ગયો હતો. અને હવે તે 9 વર્ષ બાદ ફરી વખત પોતાના આ વિસ્તારમાં આવ્યો છે. આ વાઘનું નામ T 38 છે, જે મધ્યપ્રદેશના કુનો વન્યજીવ જંગલને પાર કરીને ગયો હતો અને હવે તે ફરી પોતાના જાણીતા વિસ્તાર રણથંભોરમાં આવ્યો છે.

સમાચાર અહેવાલો પ્રમાણે આ T 38 વાઘની ઉમર 13 વર્ષ છે. તેને કુનો વન્યજીવ ક્ષેત્રમાં જોવા મળ્યો હતો, જ્યારે છેલ્લીવાર 15 નવેમ્બરના રોજ તે તાલેડા રેન્જમાં જોવા મળ્યો હતો. રણથંભોર નેશનલ પાર્કના અધિકારીઓએ બતાવ્યું છે કે વાઘણ T 13નું બચ્ચું T 38, 4 વર્ષની ઉમરમાં મધ્યપ્રદેશના કુનો ક્ષેત્રમાં ચાલ્યો ગયો હતો. જ્યાં 9 વર્ષ રહ્યા બાદ તે ફરીવાર રણથંભોર નેશનલ પાર્કમાં આવ્યો છે.
ACF રણથંભોર ટાઈગર રીઝર્વ સંજીવ શર્માએ કહ્યું છે કે “ટાઈગર ટી 38 પાછો આવી ગયો છે. અત્યારે તેનું હલનચલન વિસ્તાર કુંડેરા અને તલેદા ક્ષેત્ર સુધી જ છે”. 2011ની સાલમાં રણથંભોરથી ટી 38 ચાલ્યો ગયો હતો. જ્યારે તેને મધ્યપ્રદેશના કુનો પાલપુર વન્યજીવ ક્ષેત્રમાં ટ્રેક કરવામાં આવ્યો હતો, અને આ જગ્યા અહીંથી 150 કિલોમીટર દુર છે. ACF શર્મા કહે છે કે રણ થંભોરમાં વાઘની સંખ્યા વધુ છે એ કારણથી જ જાનવર અન્ય ક્ષેત્રમાં પલાયન કરે છે. ટી 38 નામનો વાઘ 13 વર્ષનો છે અને આ ઉમરમાં મોટેભાગે વાઘ પ્રવાસ નથી કરતા.

આમ ખોરાક અને અન્ય વન્યજીવોની રંજાડથી પ્રાણીઓ પોતાના જમણ સ્થળથી વિસ્તાર બદલે છે જ્યારે અન્ય કારણોમાં પોતાની મિત્રતા માટે પણ જીવો પોતાનો વિસ્તાર બદલે છે જ્યારે બદલાતા જતા વાતાવરણ અને જંગલના નાશના પરિણામે પોતાનો વિસ્તાર છીનવાઈ જાય તો પણ જીવો પોતાનું સ્થાન બદલે છે, જયારે આજે રણ થંભોર નેશનલ પાર્ક સરકાર દ્વારા સુરક્ષિત કરવામાં આવ્યો છે, જયારે આ વાઘ પોતાનો વિસ્તાર બદલવાનું કારણ અન્ય વાઘની વસ્તી હોવાનું માનવામાં આવી રહ્યું છે. જો કે આટલા વર્ષો બાદ પોતાના વિસ્તારમાં આ વાધ ફરી આવ્યો તે જાણવા જેવી વાત છે.