કોરોના વાયરસના ઈલાજ માટે ઉપયોગી દવા રેમડેસીવીરને (Remdesivir) શરૂઆતમાં ખુબ જ કારગર માનવામાં આવતી હતી. પરંતુ ધીમે ધીમે એ વાત પર ખુલાસો આવ્યો છે કે કોરોનાના ગંભીર દર્દીઓ પર આ દવા અસર નથી કરતી. જેથી હવે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ પણ Gilead Sciencesના આ દવા પર આપતી બતાવી અને તેનો ઉપયોગ ન કરવા સલાહ આપવામાં આવી છે. WHOના નિષ્ણાત વ્યક્તિઓના ગૃપ દ્વારા મેડીકલ પત્રિકા The BMJને બતાવ્યું છે કે ‘હાલમાં એવા કોઈ પુરાવા નથી કે રેમડેસીવીર દવા દર્દીઓમાં ક્યાં પ્રકારનું સુધારો લાવી શકે’. નિષ્ણાતો ની સમિતિ દ્વારા WHO માં ટ્રાયલના પરિણામો આવ્યા બાદ આ અહેવાલ જાહેર કર્યો છે. WHOની આ ગ્લોબલ ટ્રાયલને સોલીડૈરીટી ટ્રાયલ પણ કહેવામાં આવે છે.

સોલીડૈરીટી ટ્રાયલમાં જાણવા મળ્યું છે કે રેમડેસીવીર દવા મોતના આકડાને ઓછા કરવામાં અસફળ રહી છે. નિષ્ણાતોની ટીમે બતાવ્યું છે કે અને આ ટીમે ત્રણ અન્ય ટ્રાયલના આંકડાની પણ સમીક્ષા કરી. આ ટીમે કહ્યું છે કે આ દવાથી દર્દીઓ પર કોઈ ખાસ અસર નથી પડતી. આ દવાનું પરીક્ષણ ઓક્ટોબર મહીનામાં પ્રકાશિત થયું હતું.
જ્યારે અમેરિકાના નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ હેલ્થ દ્વારા કરવામાં આવેલી ટ્રાયલમાં આ દવાને અસરકારક બતાવવામાં આવી રહી હતી. આ ઇન્સ્ટીટયુટનું કહેવું હતું કે રેમડેસીવિર દવા હોસ્પીટલમાં દાખલ દર્દીઓના રીકવરી દિવસોમાંથી 5 દિવસો ઓછા કરી ડે છે. ઇન્સ્ટીટયુટના આ દાવા બાદ અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન દ્વારા આ દવાને મંજુરી પણ આપી દેવામાં આવી હતી.

રેમડેસીવીર દવા પર WHOના આ નિવેદનથી ગીલીયડ સાયસેંજ માટે ખુબ મોટો ઝટકો છે. ગીલીયડ સાયસેંજએ WHOના આ ટ્રાયલ પર પર સવાલ ઉઠાવતા કહ્યું છે કે એજેન્સીએ અત્યાર સુધી કોઈ મહત્વપૂર્ણ ડેટા જાહેર નથી કર્યો કે જેથી યોગ્ય પરિણામોની વિશ્વસનિયતાનું મૂલ્યાંકન થઇ શકે. ગીલીયડ સાયસેંજએ એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે ‘કેટલાય પરીક્ષણમાં સાબિત થયું છે કે રેમડેસીવીર દવા વાયરસ વિરુદ્ધ કામ કરીને દર્દીઓને ઝડપથી રીકવર કરે છે.
દવા બનાવનાર આ કંપનીએ કહ્યું છે કે અમે દુખ વ્યક્ત કરીએ છીએ કે WHO ના દિશા નિર્દેશો આ સમયમાં સબુતોને નજરઅંદાજ કરી રહી છે. જયારે દ્દુનીયાભરમાં કોરોનાને લઈને કેસો ઝડપથી વધી રહ્યા છે ત્યારે ડોક્ટરોએ ઉપચારમાં સૌથી પહેલા રેમડેસીવીર પર વિશ્વાસ કર્યો છે. લગભગ 50 દેશોમાં કોરોનાના દર્દીઓ માટે અ દવા ઉપયોગમાં લેવામાં આવે છે.