તહેવારોની સીઝન બાદ ગુજરાતમાં એકાએક કોરોનાના કેસો વધી રહ્યા છે. જેમાય ખાસ કરીને અમદાવાદમાં ખુબ મોટા પ્રમાણમાં કેસો આવી રહ્યા છે, જેને લઈને તંત્ર સાવચેત થયું છે અને અમદાવાદ શહેરમાં રાત્રી કરફ્યુ લાગુ કરી દેવામાં આવ્યો છે. હાલમાં અમદાવાદમાં ખુબ મોટા પ્રમાણમાં કેસો સામે આવ્યા કે હોસ્પિટલો ભરાઈ ગઈ છે.
અમદાવાદમાં રોજના 200થી પણ વધારે કેસ આવી રહ્યા છે. જેમાં મોટાભાગના દર્દીઓ ગંભીર રીતે કોરોનાના સંક્રમણમાં સપડાયા છે. આવા વખતે અમદાવાદમાં ગંભીર દર્દીઓ માટેના બેડની અછત ના સર્જાય તેને ધ્યાને લઈને સામાન્ય કોરોના પોજીટીવ દર્દીઓને ઘરેથી જ સારવાર આપવામાં આવી રહી છે. જેમાં કોરોનાના દર્દીઓને ગીલીયડ સાયન્સીસની રેમેડીસીવરના ઇન્જેક્શન આપવામાં આવી રહ્યો છે.

અમદાવાદમાં જે વિસ્તારમાં સતત કોરોનાના કેસો વધી રહ્યા છે તે સમયે સરકાર પર અનેક સવાલો ઉઠવા પામ્યા છે. બે દિવસ પહેલા તંત્ર દ્વારા ખાલી બેડ અંગેની માહિતી આપવામાં આવી રહી છે, જ્યારે બે દિવસથી આ વિશે નગરપાલિકા દ્વારા કોઈ માહિતી આપવામાં આવી નથી. હાલમાં અનેક ગંભીર દર્દીઓ મોતને ભેટી રહ્યા છે.
હાલમાં એવા સમાચારો વહેતા થયા છે કે અમદાવાદમાં આવેલી કોવીડ હોસ્પિટલો ભરાઈ ગઈ છે. અને આ કેસ દિવસે દિવસે વધી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે પોજીટીવ દર્દીઓને ઘરે જ સારવાર આપવામાં આવી રહી છે. હાલમાં કોરોનાની સ્થિતિ વાત કરવામાં આવે તો ગુજરાતમાં 192982 જેટલા એક્ટીવ કેસ છે. જયારે અત્યાર સુધીમાં 176475 લોકો કોરોનાથી રીકવર થયા છે. જ્યારે કોરોનાના પરિણામે મોત પામેલા લોકોની સંખ્યા 3830 જેટલી છે.

હાલમાં સતત અમદાવાદમાં કેસોમાં રોજના 230 પણ વધારે કેસો સામે આવી રહ્યા છે. હાલમાં અમદાવાદ સાથે અન્ય જીલ્લામાં પણ કરફ્યુ લાગુ કરવામાં આવી શકે છે. જેમાં રાજકોટ, સુરત, વડોદરા અને ગાંધીનગરમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. આ સિવાય લોકો દ્વારા ફરી વખત લોક ડાઉન થવાની વાતો વહેતી થઇ છે પરંતુ સરકારે આ અફવા હોવાનું અને ખોટી અફવાઓ પર ધ્યાન નહિ આપવા જણાવાયું છે.