PUBG Mobile ગેમને જુનના અંતમાં ભારતમાં બેન કરી દેવામાં આવી હતી. પ્રતિબંધિત કર્યા બાદથી જ કંપની સતત ગેમને ભારતમાં ફરીવખત લાવવાની કોશિશ કરી રહી છે. PUBGના સૌથી યુઝરો અને રમનારા લોકો ભારતમાં છે. ચાયનીઝ કંપની તેન્સેન્ટથી અલગ થયા બાદ પબ્જી કોર્પોરેશનની પેરેન્ટ કંપની કાર્ફટોન દ્વારા પબ્જી ગેમને હોસ્ટ કરવા માટે માઈક્રોસોફ્ટ અઝુર સાથે ડીલ કરી છે.

આ નવી ડીલ બાદ ગેમને પોતાની સાથી ચીની કંપનીથી છુટકારો મળ્યો છે સાથે જ એ નિર્ણય મહત્વનો થયો છે કે હવે યુઝરનો કોઈ ડેટા ચાયનીઝ કંપનીના સર્વર પર સંગ્રહ નહિ થાય. ભારત સરકાર સાથે આ ગેમ બાબતે મંત્રણાઓ થઈ રહી છે. લગભગ પૂરી મંજુરી લઈ લેવામાં આવી છે. હાલમાં જ પબ્જી કોર્પોરેશને ઓફિશિયલી જાહેર કર્યું હતું કે પબ્જી ભારતમાં બેટલ રોયલના ખાસ ભારત માટે ખાસ બનાવવામાં આવી રહી છે.
પબ્જી મોબાઈલ ઈન્ડિયાના કેટલાય ટીઝર પહેલા જાહેર થઈ ચુક્યા છે. અને ટૂંક સમયમાં જ ફૂલ ટ્રેલર લોન્ચ કરવામાં આવશે. પબ્જી મોબાઈલ ઈન્ડિયાની ઓફીશીયલ વેબસાઈટ થોડા યુઝરને પબ્જી મોબાઈલ ઈન્ડિયાની એપ ડાઉનલોડની લિંક જોવા મળી છે. પબ્જી મોબાઈલ ઈન્ડિયા પર લિંક જોવાની જાણકારી મળી છે અને આ લિન્કમાં બે બટન પણ આપવામાં આવ્યા છે. જેમાં એક ગુગલ સ્ટોર પર અને બીજી એપીકે ફાઈલ ડાઉનલોડ કરવાની લિંક આપવામાં આવી છે.

પરંતુ આ બંને બટન પર લિંક પર ક્લિક નહોતુ થઈ રહ્યું. કેટલાય એવા યુઝરે બતાવ્યું છે કે આ બટન પર ક્લિક કરવાથી અલગ અલગ પબ્જી મોબાઈલ પેજ પર રીડાયરેક્ટ થઈ રહ્યું હતું. પરંતુ પ્લે સ્ટોર બટન પર ક્લિક કરવાથી પબ્જી મોબાઈલ ઈન્ડિયા કમિંગ સુન પેજ પર રીડાયરેકત થતું હતું. પરંતુ એપીકે ડાઉનલોડ બટન પર આ ગેમનું ફેસબુક પેજ ખુલી રહ્યું હતું.
આ પરથી માલુમ પડે છે કે ટૂંક સમયમાં જ પબ્જી ભારતમાં આવી શકે તેમ છે. પરંતુ તેમના યુઝરોએ હજુ ગેમ આવે ત્યાં સુધી રાહ જોવી પડશે. ક્યારે ફરીવાર વિધિવત રીતે પબ્જી ગેમ આવશે તેની કોઈ સત્તાવાર માહિતી કોર્પોરેશન દ્વારા આપવામાં આવી નથી. સરકાર સાથેની વાતચીતમાં સરકારે મંજુરી આપી છે કે નહિ તે બાબતની પણ કોઈ માહિતી સામે આવી નથી, પરંતુ યુઝરના ડેટાના સુરક્ષિત રાખવાના હેતુથી સરકાર દ્વારા લીલી ઝંડી મળી શકે તેમ છે.