જોર્ડનની રાજકુમારી અને દુબઈના શાસકની પત્ની હયા બીન્ત હુસૈનનો તેના જ બોડીગાર્ડ સાથે સંબંધ હતો. અને આ સંબંધ છુપાવી રાખવા માએ તેના કરોડો રૂપિયાની રકમ લુંટાવી છે. આહયા બીન્ત હુસૈન દુબઈના શાસકની છઠ્ઠી પત્ની છે. અને તેને પોતાનો આ સંબંધ ગુપ્ત રહે તે માટે કરોડો રૂપિયાનો ખર્ચો કર્યો હતો. પરંતુ આ સંબંધો ગુપ્ત રહ્યા નહિ અને તેના જ પતિ દુબઈ શાસક શેખ બિન રાશીદ અલ મકતૂમએ તલાક આપી દીધા હતા.

આ મામલાને લઈને બ્રિટેનની કોર્ટમાં ચાલી રહેલા કેસની સુનાવણીમાં જાણવા મળ્યું છે કે આ અફેર 2016માં શરૂ થયો હતો અને ત્યારે તે બોડીગાર્ડ રાજકુમારી હયા માટે કામ કરતો હતો. 46 વર્ષની આ રાજકુમારી અને બ્રિટેનના 37 વર્ષના બોડીગાર્ડ રસેલ ફ્લોવર વચ્ચે સંબંધ હતો. જ્યારે આ સંબંધ ગુપ્ત રાખવા માટે અન્ય બીજા ત્રણ બોડીગાર્ડને પણ કરોડો રૂપિયાની રકમ આપી હતી. જેમાં મોંઘી ગીફ્ટ,12 લાખની ઘડિયાળ અને 50 લાખની બંધુક જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે. જયારે દુબઈના શાસકે 2019માં ત્યાના શરિયા કાયદા હેઠળ તલાક આપી દીધા હતા.

આ રાજકુમારી 2018માં દુબઈ છોડીને ભાગી ગઈ છે અને હાલ બ્રિટનમાં રહે છે. જ્યારે બાળકોના ભણતર અને ભરણપોષણ લઈને તેને બ્રિટની કોર્ટમાં કેસ મુક્યો હતો જેનો નિર્ણય આવ્યો છે. તેના માટે હવે શાસક દ્વારા રકમ ચૂકવવી પડશે. પ્રસિદ્ધ સમાચારો અનુસાર આ તેની સૌથી નાની ઉમરની પત્ની હતી અને તેને બોડીગાર્ડને 12 કરોડ રૂપિયા જેટલી રકમ સંબંધ ગુપ્ત રાખવા માટે આપ્યા હતા. જો કે તેનો આ બોડીગાર્ડ પણ પરણિત હતો પરંતુ આ અફેરના કારણે તેના લગ્ન જીવનમાં પણ ભંગાણ પડ્યું છે. હાલ આ રાજકુમારી હયાને 2 બાળકો પણ છે અને બ્રિટનમાં રહે છે.
હાલમાં આ મામલે કેસનો ચુકાદો આવ્યો છે તેથી રાજકુમારીના તેમના બોડીગાર્ડ સાથેના સંબંધોની સોશિયલ મીડિયામાં તેમજ અનેક સમાચારોમાં આ કિસ્સો પ્રગટ થયો છે. રાજકુમારી અને દુબઈના શાસક વચ્ચે તલાક થયા બાદ તેમના બાળકો માટેનો ખર્ચો આ શાસક દ્વારા આપવામાં આવશે.