હાલમાં ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલીયાના પ્રવાસે ગયેલી છે ત્યારે તેમાં સામેલ મોહમ્મદ સિરાઝ માટે દુખદ સમાચાર આવ્યા છે, કારણ કે તેમના પિતાજીનું અવસાન થયું છે. પિતાની અંતિમ યાત્રા તેમજ તેમના આ સમયે તે ભારત આવી શકે તેમ નથી. તેમના નહિ આવવાનું મુખ્ય કારણ ઓસ્ટ્રેલીયન સરકારના કડક નિયમો છે. ત્યાના તેમના નિયમોના પરિણામે કોઇપણ સંજોગોમાં સીરાઝને ભારત આવી શકાય તેમ નથી. ઓસ્ટ્રેલીયન સરકારના નિયમોને લીધે 13 નવેમ્બરના રોજ પહોંચ્યા બાદ 14 દિવસના કવોરન્ટાઈનમાં છે. સાથે પ્રેકટીશ કરી રહ્યા છે.

તેમના પિતાના નિધનના સમાચાર વાયરલ થતા ક્રિકેટ ચાહકો તેમજ તેમના ફેંસ અને અન્ય લોકો તેમને સાંત્વના આપી રહ્યા છે સોશિયલ મીડિયામાં અનેક લોકો તેમને સાંત્વના આપતા મેસેજ કરી કરી રહ્યા છે. જ્યારે આ સમયે મોહમ્મદ સિરાઝ દ્વારા જણાવવામાં મારા પિતા ઈચ્છતા હતા કે હું દેશનું નામ રોશન કરૂ તેથી તે કહે છે કે હું ચોક્કસ દેશનું નામ રોશન થાય તેવું કામ કરીશ. તેમને ક્રિકેટ પ્રત્યે ખુબ લગાવ હતો એટલે તેમના પિતાએ ઓટોરીક્ષા પણ ચલાવી હતી.
આઈપીએલમાં પણ તેમણે શાનદાર દેખાવ કર્યો છે. મોહમ્મદ સિરાઝ રોયલ ચેલેન્જર્સની ટીમમાં રમી રહ્યો હતો જેમાં તેણે સ્વીંગ બોલિંગ કરી હતી અને તેની ભારે પ્રસંશા થઇ છે અને જેને લીધે તેને ઓસ્ટ્રેલીયાના પ્રવાસની ટીમમાં લેવામાં આવ્યો છે. તેને કોલકાતા સાથેની મેચમાં 3 વિકેટ લઈને ટીમને વિજય અપાવ્યો હતો. આ જ દિવસથી તેના પિતાશ્રી હોસ્પીટલમાં દાખલ હતા અને પિતાની હાલત ખરાબ હોવા છતાં તે મેન ઓફ ધ મેચ બન્યો હતો.

તેમના પિતાને ફેફસાની બીમારી હતી અને તેમનું નામ મોહમ્મદ ઘાઉસ હતું અને હાલમાં તેમનું નિધન થયું છે, પરંતુ તેમના આ નિધન સમયે તે પ્રેક્ટીસ કરી રહ્યો હતો અને તેથી ટ્રેનીંગ બાદ જ તેમને આ સમાચાર આપવામાં આવ્યા હતા. તેમના પિતાની ઉમર 53 વર્ષ હતી. સીરાજને સાંત્વના આપતા બેંગ્લોરની ટીમે લખ્યું છે સિરાજ અને તેમના પરિવાર માટે અમે પ્રાર્થના કરીએ છીએ અને શોક વ્યક્ત કરીએ છીએ જેને પોતાના પિતા ગુમાવ્યા છે. RCB તમારી સાથે છે મજબુત રહો તેવું ટ્વીટ કર્યું છે.