દેશમાં આ વર્ષે કમાણીમાં ગૌતમ અદાણી મુકેશ અંબાણીથી આગળ નીકળી ગયા છે. આ વર્ષના ગાળામાં ગૌતમ અદાણીની સંપતિમાં વધારો થયો છે. આ સાથે તેઓ એશિયાના પણ સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે. આ વર્ષે તેમને માર્કેટ કેપિટલાઈઝેશનમાં પણ સૌથી વધારે ફાયદો થયો છે. આ વર્ષે તેમની સંપતિ વધીને 30 અબજ ડોલર થઈ ગઈ છે. ગયા વર્ષમાં તેની સંપતિ 19 ડોલર જેટલી હતી જે આ વર્ષે ખુબ જ વધી ગઈ છે અને જાન્યુઆરીથી તેમની 6 કલીસ્ટેડ કંપનીઓનું માર્કેટ 27 અબજ ડોલર એટલે કે 2.1 કરોડ રૂપિયાનો વધારો થયો છે.

વેલ્થ ક્રિએટરમાં અદાણી 9માં સ્થાન પર સ્થાન પામ્યા છે. સ્ટીવ વામર, લેરી પેજ અને બીલ ગેટ્સ અદાણીની પાછળની હરોળમાં છે. અદાણીની સંપતિમાં 4 શેરમાં જબરદસ્ત વધારો થયો છે. આ શેર છે અદાણી ગ્રીન એનર્જી, અદાણી એન્ટરપ્રાઈઝીસ, અદાણી ગેસ અને અદાણી ટ્રાન્સમીશન છે. અદાણી ગ્રીનનો શેર 1049% વધી ગયો છે. અદાણી ગેસ અને અદાણી એન્ટરપ્રાઈઝીસના શેર 103% અને 85% સુધી વધી ગયા છે. જ્યારે ટ્રાન્સમીશન અને પોર્ટસમાં વધારો થયો છે.

આ વર્ષમાં અદાણીની સંપતિમાં 1.41 કરોડનો વધારો થયો છે. બ્લૂમબર્ગ ઈન્ડેક્સમાં ધનીકતાની યાદી પ્રમાણે અદાણીની નેટવર્થ રોજના સરેરાશ 449 કરોડ રૂપિયા વધી છે. જેથી અદાણી નવા વેલ્થ મેંગનેટ તરીકે ઉભરી આવ્યા છે. પરંતુ અમુક ધારાધોરણ પ્રમાણે અંબાણી કરતા તેઓ આગળ નીકળી ગયા છે.
આ યાદીમાં અદાણીની કુલ સંપતિ 19 અબજ ડોલર વધી ગઈ છે. એટલે કે અદાણીની સંપતિમાં રોજના 449 કરોડ રૂપિયાની વૃદ્ધિ સાથે અદાણી 9માં ક્રમે આવ્યા છે. આમ તેમને બીલ ગેટ્સને પાછળ છોડી દીધા છે. આ યાદીમાં જેફ બેઝોસ પ્રથમ ક્રમાંક પર છે. અદાણીએ 1988માં કોમોડીટી ટ્રેડર તરીકે શરૂઆત કરી હતી. ત્યારે તેમની ઉમર 32 વર્ષ હતી.