અસદુદ્દીન ઓવૈસી દ્વારા વારંવાર એવા નિવેદનો માટે જાણીતા છે કે જેનાથી હંગામો મચી જાય. હાલમાં જ ભારત સરકાર અને આરએસએસ પર ફરી એક્વખત સરકારે પસાર કરેલા સિટીજન બીલ પર નિશાન સાધ્યું છે. ઓલ ઈન્ડિયા મજલીસ એ ઈતેહાદુલ મુસલમીન (AIMIM)ના સાંસદ ઓવૈસી દ્વારા હિન્દુત્વ પર પ્રહાર કરવામાં આવ્યો છે.

તેમણે ટ્વીટરના માધ્યમથી લખ્યું છે કે હિન્દુત્વ એક એવા જુઠ્ઠાણા પર રચાયું છે કે તમામ રાજકીય સત્તાઓ કોઈ એક સમુદાય પાસે હોવી જોઈએ. તેમને આ દ્વારા એમ જણાવી રહ્યા છે કે તમામ સત્તાઓ કોઈ એક સમાજ દ્વારા રાજકીય સત્તા પર શાસન કરે એમ સરકાર દ્વારા વિચારના આધારે આ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને સરકાર ચાલી રહી છે. આ સમાજના લોકો એમ માની રહ્યા છે મુસ્લિમ લોકોને રાજકીય અધિકાર ન હોવો જોઈએ. પોલીટીક્સ પાવર્સ એક સમુદાય પાસે હોવાને લીધે એમાં મુસ્લિમોને ક્યાય સ્થાન ના હોવું જોઈએ.

મુસ્લિમોને રાજકીય અધિકાર ના આપીને તેવો જુઠાણું ફેલાવી રહ્યા છે તેવું ઓવૈસી દ્વારા કહેવામાં આવી રહ્યું છે. પરંતુ સંસદ અને વિધાનસભાઓમાં મુસ્લિમોની હાજરી એક પ્રકારે અમે મેળવેલું રક્ષણ છે. ઓવૈસી જણાવી રહ્યા છે કે મુસ્લિમો જો ધારાસભા અને સંસદની બહાર નીકળી જાય તો વધુ આનંદ આરએસએસને થશે. તેમને ખુબ જ ભારપૂર્વક રીતે નેશનલ રજીસ્ટર ઓફ સીટીઝન્સ બિલનો વિરોધ કર્યો હતો.
આ સાથે જ ઓવૈસી જણાવી રહ્યા છે કે જો દેશમાં આ બિલનો અમલ શરૂ થશે ત્યારથી જ અમે વિરોધ નોંધાવીશું. હાલમાં તેઓ કોરોના ભંગના કારણે રેલીઓ કરી શકે તેમ નથી, જો રેલીઓ અને સભાઓ દ્વારા વિરોધ કરવાનું આયોજન થાય તો સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક વગેરેને લીધે સરકારી ગાઈડલાઈન્સનો ભંગ થઇ શકે છે.