મોદી સરકાર દ્વારા નોકરિયાત વર્ગ માટે કામના કલાકો લઈને મહત્વના સુધારા કર્યા છે. કેન્દ્રમાં શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા આ અંગેના એક બીલમાં સંસદમાં બીલ પસાર કર્યું છે અને જેમાં કામના કલાકો વધારવાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે. જેમાં તેને વર્તમાન સમયમાં 8 કલાક કામના કલાકો છે જેની જગ્યાએ 12 કલાક કરવાની જોગવાઈ કરવામાં આવી છે.
આ મંત્રાલય દ્વારા સુરક્ષા, સ્વાસ્થ્ય, તેમજ કાર્ય શરતના આધારે OSH કોડ 2020ના નિયમો નીચે આ પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે. આ કામના કલાકો સાથે રજાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ બીલમાં થયેલા ઉલ્લેખ મુજબ 19 નવેમ્બરે થયેલા આ બીલના ડ્રાફ્ટમાં અઠવાડિયાના કામના કલાકો જે હતા તે મુજબ 48 રાખવાનો નિયમ યથાવત રખાયો છે.

રોજના 8 કલાકની ગણતરી મુજબ અઠવાડિયાના 6 દિવસ ઓફિસોમાં કામના કલાકો 48 થાય છે અને એક દિવસની રજા હોય છે જ્યારે હવે 12 કલાક મુજબ અઠવાડિયામાં 5 દિવસ કામના કલાકો અને 2 દિવસની રજાઓ રહેશે. નિષ્ણાત અધિકારીના જણાવ્યા પ્રમાણે, આ જોગવાઈ ભારતની આબોહવાને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. આમ પણ ભારતમાં આખા દિવસમાં કામ વહેંચાયેલું હોય છે અને જેથી આ જોગવાઈ મુજબ શ્રમિકોને ઓવરટાઈમ ભથ્થાના માધ્યમથી વધુ કમાણી કરવામાં અનુકુળતા રહેશે. 8 કલાકથી વધુ કામ કરતા કામદારો ડ્રાફ્ટના નિયમ મુજબ ઓવરટાઈમનો લાભ મેળવી શકશે.
સુરક્ષા, સ્વાસ્થ્ય અને કાર્ય શરત મુજબ હવેથી ઓવરટાઈમની ગણતરી પણ 15 થી 30 મિનીટ સમય ગણવામાં આવશે. હાલના નિયમો મુજબ 30 મિનીટથી ઓછા સમયમાં કરેલા કામને ઓવરટાઈમ ગણવામાં આવતો નહોતો. આ સિવાય કામદાર કે શ્રમિકોને અઠવાડિયામાં 48થી વધારે કલાકો કામ કરવાની જરૂર રહેશે નહિ અને આનાથી વધારે કામ કરવાની મંજુરી પણ આપવામાં આવશે નહિ. કામના કલાકો પણ એવી રીતે રાખવામાં આવશે કે જેમાં વિશ્રામના સમય સાથે 12 કલાકથી વધુ હોવા ન જોઈએ.

આ ડ્રાફ્ટમાં થયેલી નિયમ જોગવાઈ અનુસાર અડધા કલાકના બ્રેક વગર પાંચ કલાકથી વધારે કામ કરશે નહિ એટલે કે પાંચ કલાકની અંદર અડધો કલાકનો બ્રેક ફરજીયાત હોવો જોઈએ. દરરોજના કામના આવી રીતે કલાકો ગણતા અઠવાડિયાના 48 કલાકથી વધવો ના જોઈએ. હાલમાં આ ડ્રાફ્ટ એકટને સૂચિત કરી સામાજીક સુરક્ષા સંહિતા 2020ના ડ્રાફ્ટ એકટને લગતા વાંધા અને સૂચનો માંગવામાં આવ્યા છે.
આમ નોકરિયાત વર્ગ માટે ઓવરટાઈમ, રજાના દિવસો અને કામના કલાકોમાં બ્રેક વગેરે મામલે સુધારાઓ કરવામાં આવ્યા છે અને શ્રમ અને રોજગાર મંત્રાલયે આ માટેનું બીલ સંસદમાં રજૂ કર્યું છે, જેમણે દેશની આબોહવાની ધ્યાને લઈને સુધારાઓ અને નવા નિયમો ઘડ્યા છે.