અમદાવાદ શહેરમાં બે દિવસના કરફ્યુ લગાવવામાં આવ્યો છે, આ લગાવેલા રાત્રી કરફ્યુ બાદ અનેક બીજા શહેરો રાજકોટ, સુરત અને વડોદરામાં પણ રાત્રી કરફ્યુ લગાડવામાં આવ્યો છે. પરંતુ આ કરફયુના કારણે લગ્ન થવાના છે તેવા મુરતિયાઓ ચિંતામાં છે. કારણ કે આ સમયે તેઓની લગ્ન કંકોતરી સહીત અનેક આયોજનો પૂર્ણ થઈ ગયા છે. અને જેથી તેમના આયોજન પ્રમાણે દરેક જગ્યાએ નુકશાન થવાની શક્યતાઓ હતી.

પરંતુ સરકાર અને તંત્ર દ્વારા લગ્ન માટે છૂટ આપવામાં આવી છે. જેમાં લગ્નમાં હાજર રહેનાર 200 મહેમાનોની યાદી પોલીસ સ્ટેશનમાં આપવી પડશે. જેના આધારે પોલીસ દ્વારા લગન માટે મંજુરી આપવામાં આવશે. ગયા વર્ષના માર્ચના સમયગાળાથી કોરોના સંક્રમણનો સમય શરૂ થયો છે. ત્યારથી અનેક લોકોના લગ્નના મુરત અટકી ગયા છે અને હાલમાં દિવાળી બાદ લગ્નગળાને લઈને શુભ મૂહુર્તો ચાલી રહ્યા છે જેથી અનેક લોકોના અને ગયા વર્ષના બાકી રહેલા ખુબ જ મોટા પ્રમાણમાં લગ્નો લેવાઈ રહ્યા છે.
હાલમાં તંત્ર દ્વારા રાત્રી કરફ્યુ લાગુ કરવામાં આવ્યો છે જેથી રાત્રી જમણવાર અને રાત્રી લગ્ન પર રોક લાગી ગઈ છે. પરંતુ ભોજન કે રીસેપ્શન દિવસે જ રાખવાથી રાત્રે મંજુરી લેવાની જરૂર નહિ પડે. જયારે શની રવિ માં જેમના લગ્ન છે તેવા લોકોને મુશ્કેલી પડી શકે છે. શહેરમાં લાદેલા કરફ્યુમાં સીએનજી, એલપીજી, પીએનજી , પાણી, સ્વચ્છતા સહિતની સેવાઓ, વીજ ઉત્પાદન અને ટ્રાન્સમિશન એકમ, ટેલીકોમ્યુનીકેશન સર્વિસીસ, રાષ્ટ્રીય માહિતી કેન્દ્ર, પ્રારંભિક ચેતવણી એજેન્સી, મીડિયા, તબીબી અને ખાનગી સેવાઓ, પોલિસ અને સિક્યુરીટી સેવાઓ, આવશ્યક વસ્તુઓના એકમો, રેલ્વે અને એરપોર્ટ, બેંકો અને એટીએમ સેવા, પોલિસ અને સરકારી ખાસ વ્યક્તિઓ વગેરેને આ કરફ્યુ પર છૂટ આપવામાં આવે છે.

કરફ્યુ દરમિયાન એરપોર્ટ, રેલ્વે સ્ટેશન જતા કે આવતા લોકો વોટ્સએપમાં પ્રવાસની ટીકીટ દેખાડવાથી પોલીસ રોકશે નહિ. કોઈને લેવા કે મુકવા જતા પોલીસને ટીકીટ બતાવવી પડશે. અમદાવાદ રેલ્વે સ્ટેશને બહારથી આવતા અને જતા નાગરિકોની સુવિધા માટે અલગ અલગ રૂટની 25 બસો મુકવામાં આવી છે. આ સિવાય મોટા ગામો, તાલુકા મથકો અને નાના શહેરોમાં ટેસ્ટીંગ વધારવાની સુચના આપી દેવામાં આવી છે.
આ સમયે અનેક સરકારી નોકરીઓ માટે જીપીએસસી દ્વારા તારીખ 22, 24, 26, 28 અને 29 નવેમ્બરે મેડીકલ ટીચર્સની ભરતી પરીક્ષાઓ હતી જે રદ કરવામાં આવી છે. જ્યારે રવિવારે રાષ્ટ્રીય કક્ષાની પરીક્ષાઓ ચાલુ છે. આવા સમયમાં વિદ્યાર્થીઓ દ્વારા પોતાની એડમિટ કાર્ડ બતાવવાથી પોલિસ રોકી શકશે નહિ. જ્યારે અમદાવામાં 150 જેટલી સીટી બસો પણ મુકવામાં આવી છે. જ્યારે શનિ- રવિના દિવસોમાં 57 કલાકોમાં કરફ્યુ લગાવવામાં આવ્યો છે. જેથી બેંકો બંધ રહેશે. આમ આ સમયે અનેક સેવાઓ બંધ રાખવામાં આવી છે અને પરંતુ જેઓના લગ્ન નિર્ધારિત થઇ ગયા છે તેવા લોકોને પોલીસ મંજુરી દ્વારા લગન યોજી શકશે.