સમગ્ર દુનિયામાં કોરોના મહામારીને લઈને તમામ લોકો પરેશાન છે. સંશોધકો કોરોનાની વેક્સીન બનાવવા મથામણ કરી રહ્યા છે, ભારતમાં અમુક જગ્યાઓ પર એટલા કેસ વધી રહ્યા છે કે કોરોના દર્દીઓને ઘરે જ સારવાર આપવામાં આવી રહી છે. જયારે અમુક જગ્યાઓ પર સમશાનોમાં લાઈન લાગી રહી છે. જ્યારે કોરોના મુર્દાબાદ બોલવાની જગ્યાએ કેરળમાં કોરોના જિંદાબાદના નારા લાગી રહ્યા છે.

તમે આ પાછળનું કારણ જાણીને નવાઈ પામશો. આ મામલો ભાજપ સાથે જોડાયેલો છે. હાલમાં કેરળમાં સ્થાનિક ચૂંટણીઓ થઇ રહી છે અને જેમાં એક મહિલા ભાજપ ઉમેદવારનું નામ કોરોના થોમસ છે. હાલમાં તેમના આ વિચિત્ર નામના કારણે ભારતભરમાં ચર્ચામાં આવ્યા છે. હાલમાં દુનિયામાં કોરોના માહામાંરીના સંક્રમણનો સમય ચાલી રહ્યો છે જેને લઈને આ કોરોના આગેવાન ત્યાની નગર પાલીકાની ચૂંટણીનો ચર્ચાસ્પદ નામ બન્યો છે.
આ મહિલા આગેવાનનું કહે છે કે કોરોનાનું સંક્રમણ વધ્યું પછી તેમને તેના નામને કારણે ભારે સંકોચ અનુભવી રહ્યા હતા. પરંતુ તેઓ ચૂંટણીમાં આ જ નામના કારણે ચર્ચાઓ વિષય બનીને આ નામ તેમના માટે વરદાનરૂપ સાબિત થયું છે. જેથી આ લોકો તેમના નામને કારણે તેમને તરત ઓળખી જાય છે અને તેને યાદ રાખે છે. તેઓનું કહેવું છે કે આ નામના પરિણામે તેમને ચૂંટણીના સમયે ખુબજ ફાયદો થશે.

આ મહિલા કાર્યકરના પિતા એક કલાકાર છે અને તેમનું કહેવું છે કે બાળકોના નામ એવા વિચિત્ર હોવા જોઈએ કે લોકોનું ધ્યાન આ તરફ ખેંચાય. તેમણે પોતાના દીકરાનું નામ પણ કોરલ થોમસ રાખેલ છે જ્યારે દીકરીનું નામ કોરોના થોમસ નામ પાડ્યું છે. આ મહિલા હાલમાં પોતાના વિસ્તારમાં ચૂંટણીઓને લઈને પ્રચાર કરી રહ્યા છે.
આ મહિલા જે વિસ્તારમાં 8 થી 14 ડીસેમ્બર વચ્ચે ચૂંટણી યોજાવાની છે. તેમાં આ મહિલાએ નગરપાલિકામાં ઉમેદવારી કરી છે અને જ્યાં વિસ્તારમાં ભાજપના સારા દેખાવની આશાઓ છે. હાલમાં અહિયાં વિરોધી પક્ષોનું પ્રભુત્વ છે. અને અહિયાં આ વિસ્તાર કોલ્લમમાં હવે આ મહિનાના જીતવાની આશાઓ બંધાઈ છે. તેમના પિતાજી પણ ભાજપના સારા નેતા છે.