ભારતમાં ICMR માં માર્ગદર્શન નીચે ભારત બાયોટેક કોરોનાની સ્વદેશી વેક્સીન બનાવી રહ્યું છે. હાલ તેનું ત્રીજા તબકકાનું ટ્રાયલ પરીક્ષણ ચાલી રહ્યું છે. આ રસી ભારતની સ્વદેશી રસી છે તેથી તેનું પરીક્ષણ ભારતમાં ચાલે છે. આ રસીનું હમણાં જ ત્રીજા તબક્કાના પરીક્ષણમાં હરિયાણાના ગૃહ અને આરોગ્ય મંત્રીએ પોતે વોલેન્ટિયર બનીને ત્રીજા તબક્કામાં તબીબોના માર્ગદર્શન હેઠળ રસી મુકાવી છે.

પરંતુ આ સમાચાર ભારત બાયોટેક દ્વારા છુપાવી રાખેલી એક માહિતી સામે આવી છે. જેમાં ઓગષ્ટ મહિનામાં આ કોવાક્સીનનું પ્રથમ તબક્કાનું પરીક્ષણ ચાલ્યું હતું. જેમાં 35 વર્ષીય એક વોલેન્ટિયરને આડ અસર થઈ હતી. જેની માહિતી આ કંપની દ્વારા છુપાવી રાખવામાં આવી છે. આ ટ્રાયલ દરમિયાન દેખરેખ અને નિરીક્ષણ કરી રહેલા સંશોધક દ્વારા આ માહિતી જાહેર કરવામાં આવી છે. આ વોલેન્ટિયરને અન્ય કોઈ રોગ નહોતો. જ્યારે કંપનીએ નિયમો અનુસાર ટ્રાયલમાં ડોઝનો સમય ગાળો 28 દિવસ રાખવાનો હોય છે જેની જગ્યાએ 14 દિવસ કરી નાખ્યો છે. અને સાથે વોલેન્ટિયરની સંખ્યા ઘટાડીને 380 કરી દીધી હતી. જ્યારે અગાઉ વોલેન્ટિયર સંખ્યા 750 જેટલી રાખવામાં આવી હતી.

હાલમાં આ રસીનું 26000 વોલેન્ટિયર પર ટેસ્ટીંગ થઈ રહ્યું છે. જયારે આ સવાલો સામે આવતા કંપનીએ જણાવ્યું છે કે આ આડઅસર થઈ હોય તેવા વોલેન્ટિયરને જીવનું જોખમ હોય તેવા કોઈ લક્ષણો જોવા મળ્યા ન હતા. જયારે આ વોલેન્ટિયરને ન્યુમોનીયાના લક્ષણ જોવા મળતા હોસ્પીટલમાં દાખલ કરાયો હતો. આ ટેસ્ટીંગ દક્ષિણ ભારતમાં થયું હતું.
ભારત બાયોટેક દ્વારા આ અંગે જાહેર કર્યું છે કે રસીની અસર વિષે તેને DCGIની કચેરીને જાણ કરી હતી. જયારે એથિક્સ કમિટી અને સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશનને આ પરીક્ષણનો રીપોર્ટ આપ્યો છે. અને સરકારના તબીબી નિરીક્ષણ વિભાગને પણ માહિતી આપી છે. જોકે કંપનીએ આડઅસર કોઈ ઘાતક નહિ હોવાથી જાહેર નહિ થયું હોવાનું કહેવામાં આવ્યું છે. અત્યારે પણ ખુબ જ મોટા પ્રમાણમાં વોલેન્ટિયર પર પરીક્ષણ ચાલી રહ્યું છે. આ રસીને હવે ટૂંક જ સમયમાં નાગરિકોના ઉપયોગમાં મુકવામાં આવશે તેવું જાહેર થયું છે.