મોદી સરકારે દેશમાં મેડીકલ વિભાગ માટે ખુબ જ મોટો નિર્ણય લીધો છે. આમ પણ મોદી સરકાર જરૂરી હોય તેવા દરેક ક્ષેત્રોમાં સુધારાઓ કરતા રહે છે જયારે મેડીકલ વિજ્ઞાન ક્ષેત્રે આ અગત્યનો નિર્ણય લેતા અનેક વિદ્યાર્થીઓને તેનો લાભ મળશે અને અનેક ડોકટરોને પણ ફાયદો થશે. જેમાં મોદી સરકાર દ્વારા PGના વિદ્યાર્થીઓને સર્જરી કરવાની મંજુરી આપવામાં આવી છે. જેથી આ આયુર્વેદના ડોકટરો માટે ખુબ જ મોટા સમાચાર છે અને તેનાથી PGના વિધાર્થીઓને તાલીમ પણ મળી શકશે.

કેન્દ્ર સરકાર દ્વારા આયુર્વેદના ડોકટરોને હવેથી સર્જરી કરવાની છૂટ આપી છે. આ નિર્ણય મોદી સરકારે તબીબી નિષ્ણાતો અને સરકારી અધિકારી વિભાગો પાસેથી યોગ્ય જાણકારી લીધા બાદ કર્યો છે. હવેથી આયુર્વેદના ડોકટરો અને વિદ્યાર્થીઓ સર્જરી કરી શકશે કે જેથી PGના વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવશે અને જેમાં આયુર્વેદના ડોક્ટર જનરલ અને ઓર્થોપેડિક સર્જરી કરી શકશે.
સરકાર દ્વારા આપેલી મંજુરી મુજબ આયુર્વેદના તબીબો આંખ, કાન અને ગળાની સર્જરી કરી શકશે. આયુર્વેદના વિદ્યાર્થીઓને ભણતરમાં સર્જરી શીખવવામાં આવતી હતી પરંતુ આયુર્વેદના ડોકટરો સર્જરી કરી શકે કે નહિ તે અંગેનો કોઈ નિર્ણય નહોતો લેવામાં આવ્યો. હવેથી મોદી સરકાર દ્વારા આ મામલે અગત્યનો અને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યા બાદ આયુર્વેદ વિદ્યાર્થીઓને PGમાં આંખ, નાક અને કાન તેમજ ગળાની તેમજ જનરલ સર્જરીની તાલીમ આપવામાં આવશે.

આ નિર્ણય માટે આયુર્વેદ ડોક્ટરોની ખુબ જ માંગ હતી કે અમને સર્જરી કરવાની છૂટ આપવામાં આવે. જેથી સરકારે વિચારણા બાદ આ નિર્ણય લીધો છે. પરંતુ આ નિર્ણયનો મેડીકલ સંગઠન દ્વારા વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે. મેડીકલ એસોસિયેશનની નિરીક્ષણ મુજબ આ નિર્ણયથી ઉટ વૈધોનું પ્રમાણ વધાવી શક્યતાઓ છે. તેમજ તેમને આ નિર્ણયથી ઉટવેધોને પ્રોત્સાહન મળશે તેમજ દર્દીઓ પર મુશ્કેલી પેદા થવાની આશંકા છે.