નશાની આદત કેટલી ખરાબ હોય છે જેનું ઉદાહરણ રશિયાના રૂસના તાતિન્સકી જિલ્લાના તોરમોર ગામની એક પાર્ટીથી તેનો અંદાજ લગાવી શકાય છે. પાર્ટી દરમિયાન દારુ પૂરો થઈ ગયો તો ત્યાં ઉપસ્થિત લોકો સેનેટાઈઝર પી ગયા. સેનીટાઈઝર પીધા બાદ પાર્ટીમાં આવેલા લોકોની તબિયત બગાડવા લાગી. પાર્ટીમાં બેહોશ થયેલા લોકોને જેમતેમ કરીને દવાખાને લઈ જવામાં આવ્યા. જ્યાં 7 લોકોના મૃત્યુ થયા છે.

The party ran out of alcohol, people drank sanitizer
આ સિવાય બે લોકો કોમામાં છે. આ ઘટનાની તપાસ કરતા જાણવા મળ્યું છે કે પાર્ટીમાં સામેલ લોકોએ સેનીટાઈઝર પી લીધું હતું જેમાં 69% ટકા મિથેનોલનું પ્રમાણ હતું. આ સેનીટાઈઝર હાથ સાફ કરવા માટે બનાવવામાં આવી રહ્યું છે. સમાચાર રીપોર્ટ પ્રમાણે રશિયાના રૂસના તાતીન્સકી જિલ્લાના તોરમોર ગામની પાર્ટીમાં આ બનાવ બન્યો છે. આ ઘટના મુજબ આ દરેક લોકો પાર્ટીમાં દારુ માંગી રહ્યા હતા પરંતુ દારુ ખલાસ થઈ ગયો હતો.
ત્યારબાદ ત્યાં હાજર લોકોમાંથી કોઈ વ્યક્તિ સેનીટાઈઝર લઈ આવ્યો અને લોકો તેને પી ગયા. તબિયત બગડ્યા બાદ ત્યાં જ ત્રણ લોકોના મોત થઈ ગયા જ્યારે 6 ને એરક્રાફ્ટ દ્વારા ત્યાની રાજધાની યાકુત્સક લઇ જવામાં આવ્યા. સારવાર દરમિયાન 4 લોકોં મૃત્યુ પામ્યા છે. ઘટનાની સુચના જાણ થતા ત્યાની સ્થાનીક પોલીસ ત્યાં પહોંચી હતી. જ્યાં પોલીસ દ્વારા સેનીટાઈઝરથી પોઈજનિંગના અપરાધનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.

આ ઘટના પછી રૂસની સરકાર દ્વારા અપીલ કરવામાં આવી છે કે નશો કરવા માટે સેનીટાઈઝરનો ઉપયોગ બિલકુલ ના કરો. હાલમાં આ સમયે દરેક જગ્યા પર કોરોનાના કેસો વધી રહ્યા છે. ભારતમાં પણ અનેક શહેરોમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોનાના દર્દીઓનું પ્રમાણ વધી રહ્યું છે. કાલે ગુજરાતમાં પણ કોરોનાના 1550 જેટલા રેકોર્ડ બ્રેક કેસો આવ્યા છે. વિશ્વમાં કોરોનાના કેસો 6 કરોડ જેટલા થવા આવ્યા છે. જેમાંથી 4 કરોડ જેટલા લોકો સાજા થયા છે. ત્યારે 14 લાખ જેટલા લોકો મોત પામ્યા છે.
ભારતમાં કોરોનાના 1 કરોડ જેટલા કેસો આવ્યા છે, જેમાંથી 90 લાખ રીકવર થયા છે. જયારે 1 લાખ અને 40 હજાર જેટલા લોકોના મોત થયા છે. હજુ ભારતમાં રોજના 46232 જેટલા કેસો આવી રહ્યા છે. જયારે 564 લોકોના મૃત્યુ થઈ રહ્યા છે.