ભારતના ઈતિહાસમાં આ વખતે એવી ઐતિહાસિક ઘટના બનવા જઈ રહી છે કે છેલ્લા 100 વર્ષમાં પ્રથમ વખત આ કાર્યકમ યોજવાનો છે. દેશના ઈતિહાસમાં સૌપ્રથમ વખત આખા ભારતની બેઠક હોય તેવું બની રહ્યું છે. આ ઘટના ગુજરાત માટે અગત્યની છે કારણ કે ગુજરાતના સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે બનવા જઈ રહી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનું પ્રતિક છે પણ સરદાર વલ્લભભાઈ પટેલની 182 ફૂટ ઉંચી પ્રતિમા છે જે ગુજરાત વિધાનસભાની 182 બેઠકોનું સુચન કરે છે.

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ આ સ્થળની પસંદગી કરી તે બદલ લોકસભાના અધ્યક્ષનો આભાર માન્યો છે. 26 નવેમ્બરના રોજ અહિયાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સ્પીકરોની કોન્ફરન્સ યોજાવાની છે. 25 અને 26 નવેમ્બર એમ બે દિવસ રાષ્ટ્રપતિ રામનાથ કોવીન્દજી ગુજરાતની મુલાકાત લેવાના છે. અને રાજ્યમાં યોજાનારી આ સ્પીકરની કોન્સ્ફ્રન્સમાં હાજરી આપવા તેઓ આવી રહ્યા છે. આ કોન્ફરન્સની લોકસભાના અધ્યક્ષના અધ્યક્ષ સ્થાને યોજાશે તેમાં દેશની તમામ વિધાનસભાના અધ્યક્ષો હાજરી આપશે.
આ કોન્ફરસમાં સમાપન માનનીય વડાપ્રધાન મોદી વિડીયો કોન્ફરન્સ દ્વારા કરવાના છે. આ સાથે જ દેશમા તમામ વડાઓ એકસાથે ભેગા થાય તે પ્રથમ ઘટના હશે અને તેથી ઈતિહાસ બની જશે. આ સિવાય આ કાર્યક્રમ દરમિયાન સરદાર પટેલની મૂર્તિના આ વિસ્તારમાં બંધારણની સાક્ષી હેઠળ રાષ્ટ્રીય એકતા શપથ ગ્રહણ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમ માટે ગુજરાત સરકાર દ્વારા સંપૂર્ણ મહેનત કરવામાં આવી રહી છે.

લોકસભા અને રાજ્યસભાના નેતા પ્રતિપક્ષને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. આમ દેશના અનેક નેતાઓ અહિયાં ભેગા થવાના છે જેથી આ ઘટના પરિષદ અવિસ્મરણીય અને યાદગાર બની રહેશે. આ ઘટના આમપણ 80મી રાજ્યના વિધાનસભાઓના અધ્યક્ષોની પરિષદ છે.
આ કાર્યક્રમ માટે દેશના રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતી ગુજરાત આવવાના છે. જયારે 25 તારીખે ભારતની તમામ લોકસભા અને રાજયસભાના સ્પીકરો આવવાના છે. જેમાં લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા અને અન્ય સ્પીકરો અહિયાં પર ચર્ચા વિચારણા કરવાના છે. આ કાર્યક્રમ કેવડિયાના ટેન્ટસીટી 2 ખાતે યોજવાનો છે. આ સાથે નરેન્દ્ર મોદી પણ વિડીયો કોન્ફરન્સથી સમાપન ભાષણ આપવાના છે. આમ દેશમાં ઘણા બધા વડાઓ ભેગા થતા હોય તેવી પ્રથમ આ ઘટના છે.