હાલમાં હવામાન વિભાગ માટે ગુજરાત નજીક આવેલા અરબી સમુદ્રમાં વાવાઝોડું સક્રિય થયું હોવાના સમાચાર આવ્યા છે. આ વાવાઝોડાનું નામ ગતિ ચક્રવાત છે. ધીરે ધીરે આ વાવાઝોડું મજબુત બનતું હોવાની માહિતી જાહેર કરવામાં આવી છે. જો કે આ વાવાઝોડું ગુજરાત માટે ખતરાજનક નહિ હોવાનું જણાય રહ્યું છે. પરંતુ તેના લીધે ગુજરાતમાં ઠંડી પડવાની શક્યતાઓ છે. આ વાવાઝોડાથી ખેડૂતો માટે કોઈ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આ વાવાઝોડું સોમાલિયાના દરિયાકિનારે ટકરાશે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.

ગતિ નામનું વાવાઝોડું ગુજરાતથી ખુબ જ દુર છે અને યમન તરફ આગળ વધી રહ્યું છે. હાલમાં આ વાવાઝોડાની ઝડપ 7 કલાકના 1 કિલોમીટરનું અંતર કાપી રહ્યું છે. પવનની ઝડપ પણ હાલમાં લગભગ 125 જેટલી છે જે વધવાની શક્યતાઓ છે. પરંતુ આવનારા સમયમાં આ ગતિ વધીને 150 કિલોમીટર જેટલી વધી પણ શકે છે. પરંતુ સમય પ્રમાણે કોઇપણ સમયે આ વાવાઝોડાની દિશા બદલાઈ પણ શકે છે જેથી ગુજરાતના દરિયાકિનારાને એલર્ટ કરી દેવામાં આવ્યો છે.

હાલમાં ગુજરાતના નજીકના અરબી સમુદ્રમાં સક્રિય થઈ ગયું છે અને તેનો ઘેરાવો વધી રહ્યો છે. ગુજરાતના જાફરાબાદ, વેરાવળ, પોરબંદર અને માંગરોળ વિસ્તારમાં 2 નંબરનું સિગ્નલ આપી દેવામાં આવ્યું છે. માછીમારોને સમુદ્રમાં દરિયો ખેડવા ન જવા સમુદ્રમાં ન જવા સુચના આપવામાં આવી છે. તેમની બોટોને બંદર પર લાંગરી દેવાની સુચના અપાઈ છે.
આ સિવાય બંગાળની ખાડીમાં પણ વેલ્માંર્ક લો પ્રેશર સક્રિય થયું છે, પરંતુ આને કારણે ગુજરાતમાં કોઈ વાતાવરણીય અસર થવાની શક્યતા નથી. પરંતુ ઠંડી અને કોલ્ડ વેવ સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં આવવાની શક્યતા છે. જો કે અરબી સમુદ્રનું ગતિ નામનું આ વાવાઝોડું કોલ્ડવેવ સાથે પવન ફૂંકવાની શક્યતો ગુજરાત પર રહેલી છે.