હાલમાં જ ભારતે ટ્રક સહીત ભારતમાં મોટો હુમલો કરવા આવી રહેલા આતંકવાદીઓનો સફાયો કરી નાખ્યો છે. હાલમાં LOC પર તણાવ જોવા મળી રહ્યો છે. પાકિસ્તાન સીઝફાયરનું ઉલંઘન કરી રહ્યું છે. ત્યારે આ સરહદ પાસે શંકાસ્પદ વસ્તુ ઉડતી જોવા મળી હતી. પરંતુ સેના દ્વારા સતર્કતા દાખવતા તે પાછું વળી ગયું હતું, જો કે આ ડ્રોન હતું કે બીજી કોઈ વસ્તુ તે જાણી શકાયું નથી.

આ વસ્તુ દેખાતા ભારતના સુરક્ષા દળોને સતર્ક કરી દેવામાં આવ્યા છે. રવિવારે જમ્મુ કાશ્મીરના પૂંછ જિલ્લાના મેંઢર સેક્ટરમાં આ વસ્તુ દેખાઈ હતી. આ વસ્તુ પર ભારતીય સેનાએ ગોળીઓ પણ ચલાવી હતી. અને પોલિસ અને સેનાનું અભિયાન આ વિસ્તારમાં ચાલુ છે. આ પહેલા પણ ઘટના બની ચુકી છે જેમાં પાકિસ્તાન દ્વારા ડ્રોનથી હથિયાર પહોચાડવાનો પ્રયત્ન કરી ચુક્યું છે. જયારે બીએસએફના જવાનોએ ફાયરીંગ કરતા ત્યાંથી ગાયબ થઇ ગયું હતું. પાકિસ્તાન અવાર નવાર આ વિસ્તારથી આતંકવાદીઓને ઘુસાડવાનો અને હથિયારો ગેરકાયદે હથિયારો પહોચાડવાનો પ્રયાસ આ વિસ્તારમાં ભૌગોલિક ફાયદો ઉઠાવીને કરે છે.

પાકિસ્તાન ઘુસણખોરીની ઘટના કે સુરંગ ખોદવાની અને ડ્રોનથી હથિયારોની તસ્કરી, આ વિસ્તારમાં તે ઘુસણખોરી કરતા હોય છે. બેનગલાડના ચક ફકીરા વિસ્તારમાં પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યા હતા. જયારે પૂર્વ રામગઢ વિસ્તારમાં હથીયારો સાથે જોડીને મોકલવામાં આવી રહ્યા છે. આમ ડ્રોન દ્વારા છુપાયેલા આતંકવાદી માટે હથિયારો મોકલવામાં આવી શકે છે.
તાજેતરમાં બનેલી ઘટના અનુસાર જમ્મુ કાશ્મીરના નૌશેરા સેક્ટરમાં પાકિસ્તાને બેફામ ગોળીબાર કર્યો હતો. જેમાં તોપમારામાં ભારતના ૩ જવાનો સહીત 5 નાગરિકોના મોત થયા છે. આ ઘટના બાદ ભારતીય સેનાએ વળતો પ્રહાર કરીને ભારતીય સેનાએ સણસણતો જવાબ આપ્યો હતો જેમાં પાકિસ્તાનના ૩ કમાન્ડો અને 11 જવાનોને મોતને ઘાટ ઉતારી દીધા છે. ભારતીય સેનાએ આ સાથે પાકિસ્તાની સેનાના ડેપોને પણ ઉડાડી મુક્યો છે.

સમાચાર એજેન્સીના રીપોર્ટ અનુસાર જાન્યુઆરી 2020થી ઘણીવાર યુદ્ધ વિરામનો ભંગ થયો છે જેમાં 30 નાગરિકોના પણ જીવ ગુમાવ્યા છે અને 110 થી વધારે ઘાયલ થયા છે. આમ આવા શંકાસ્પદ વિસ્તારમાં અનેક વખત પાકિસ્તાન ગેરપ્રવૃતિઓ કરે છે અને ભારતને નુકશાન પહોચાડવાના પ્રયાસ કરે છે. પાકિસ્તાન ડ્રોન દ્વારા હથિયારો મોકલ્યા હોય તેવા વિસ્તારોમાં હથિયારો પણ મળી આવ્યા છે.