સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વીગેશન (CBI) તપાસ એજેન્સી હાથરસ ગેંગરેપના ચારેય આરોપીઓને ગુજરાત લઈને આવી છે. આ આરોપીઓ દ્વારા એક કિશોરી પર રેપ અને હત્યાનો કેસ દાખલ છે. હવે આ આરોપીઓને ગુજરાત લાવવા પાછળનું કારણ બ્રેન મેપિંગ અને પોલીગ્રાફ ટેસ્ટ કરવાનું છે. આ ટેસ્ટ ગાંધીનગરની એક CFSL લેબમાં થવાનો છે. આ આરોપીઓને કાલે કોર્ટના આદેશ મળ્યા બાદ અહિયાં લાવવામાં આવ્યા છે.

Uttar Pradesh Hathras gangrape four accused brought to Gujarat by CBI
આ કેસમાં તેઓએ 14 સપ્ટેમ્બરના દિવસે હાથરસ વિસ્તારના થાના ચંદપાના ગામમાં રહેનાર દલિત દીકરી પર ગેંગરેપ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેની હત્યા કરવામાં આવી હતી, જો કે આ છોકરી થોડા દિવસો સુધી બેભાન અવસ્થામાં જીવિત રહી હતી અને દિલ્હી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આરોપીઓ દ્વારા આ છોકરીને ખેતરમાં દુપટ્ટા દ્વારા ઢસડીને લઇ જવામાં આવી હતી તેમાં તેના મણકાનું મુખ્ય હાડકું ભાંગી ગયું હતું. જયારે છોકરી તેમના પરિવારજનોને ગંભીર હાલતમાં મળી આવી હતી.
દિલ્હીની સફરજંગ હોસ્પિટલમાં દાખલ દરમિયાન મોત નીપજ્યું હતું આ પહેલા તેણીને ત્યાની અલીગઢ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવી હતી. જયારે દિલ્હી સારવાર દરમિયાન 29 સપ્ટેમ્બરના રોજ તેમનું મૃત્યુ થતા દિલ્હીથી આખા ભારતમાં તેના ન્યાયની માંગ સાથે અવાજો ઉઠ્યા હતા. ત્યારબાદ પોલીસે પરિવારની ફરિયાદ બાદ તેની ધરપકડ કરી હતી. જેમાં આ આરોપીઓ સંદીપ, લવકુશ, રવિ અને રામુ આ ચારેય વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવેલ છે.

પરંતુ આ કેસમાં આરોપીઓ પોતે નિર્દોષ હોવાનો દાવો કરે છે, આ માટે તેણે જેલના અધિક્ષકને પત્ર લખીને મુખ્ય આરોપીઓ અને તેમના સાથી ત્રણેય નિર્દોષ હોવાની વાત લખી છે. તેમનું કહેવું છે કે આ છોકરી સાથે તેને મિત્રતા હતી અને તેમના પરિવારજનોએ આ બાબતે વિરોધ હતો. તેમના પરિવારજનો તેમની મારપીટ કરતા હતા અને આ હત્યા તેમના જ પરિવારજનો દ્વારા મારપીટના કારણે થઈ હોવાનું તેઓ કહે છે. આથી આ લોકો તેમને ફસાવવા માટે આ ફરીયાદ કરી છે.
હાલમાં આ ચારેય આરોપીઓને કોર્ટની મંજુરી બાદ સંદીપ, રામુ, રવિ અને લવકુશને બ્રેન મેપિંગ અને પોલીગ્રાફ ટેસ્ટ માટે ગુજરાતના ગાંધીનગર ખાતે લાવવામાં આવ્યા છે અને ત્યાં તેમનો આ ટેસ્ટ થશે. આ ટેસ્ટ માટે આમ તો કોર્ટ દ્વારા પહેલેથી જ પ્રતિબંધ મુકવામાં આવેલ છે અને મંજુરી નથી. પરંતુ આ મામલે કોર્ટ દ્વારા મંજુરી આપવામાં આવી છે. સત્ય સુધી પહોંચવા માટે સીબીઆઈ આ ટેસ્ટ કરી રહી હોવાનું કહેવાય છે.