આમીર ખાનની દીકરી અન્ય સેલેબ્રિટીઓની માફક ચર્ચામાં આવતી રહે છે. થોડા સમય પહેલા જ તે ડીપ્રેશનના કારણે ચર્ચામાં આવી હતી અને ખુલ્લીને વાત કરી હતી, જ્યારે ગત વર્ષે ડીસેમ્બરમાં તેમના બોયફ્રેન્ડ મિશાલ કૃપલાની સાથે બ્રેકઅપ થઈ ગયું હતું અને હવે ફરી વખત તેમને પોતાના પિતા આમીરખાનના ફીટનેશ કોચ સાથે રિલેશનમાં હોવાના સમાચાર આવ્યા છે.

Aamir Khan’s daughter in love again
ઈરા મિશાલ કૃપલા સાથે 2 વર્ષ સુધી રિલેશનમાં રહી હતી, જે બાદ તેમનું બ્રેકઅપ થઈ ગયું છે. મળતા અહેવાલો અનુસાર ઈરા ખાનને ફરી વખત પ્રેમ થઈ ગયો છે. જેમાં તેણી આ વખતે પોતાના પિતા આમીર ખાનના ફિટનેસ કોચ નુપુર શીખારેને ડેટ કરી રહી છે. જેમાં આ લોક ડાઉનના સમયગાળા દરમિયાન તેમને પ્રેમ થઇ ગયો છે.
ઈરા નુપુર શીખારેને પોતાની માતા રીના દત્તથી મળાવી ચુકી છે. હાલમાં ઈરા ખાને ટેટુ બનાવતા શીખ્યું હતું, જેમાં તેણીએ પહેલું ટેટુ નુપૂરના હાથ પર બનાવ્યું હતું, જેમાં ઈરા ખાને સોશિયલ મીડિયા પર નુપુરનો પહેલી વખત જ ટેટુ બનાવવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

નુપુર શિખર સેલેબ્રિટી ફીટનેશ કોચ છે અને હાલમાં તે આમીર ખાન, ઈરા ખાન અને સુષ્મિતા સેનને ટ્રેનીંગ આપી રહ્યો છે. ઈરાની વાત કરવામાં આવે તો તેનો રસ દિગ્દર્શન ક્ષેત્રમાં છે. મળતા અહેવાલો નુપુર અને ઈરાને મહાબળેશ્વરમાં આમીરખાનના ફાર્મ હાઉસમાં રજાઓ મનાવતા જોવા મળ્યા હતા. જેઓ આ સંબંધ લઈને ખુશ છે સાથે આ સીરીયસ પણ છે. ઈરા ખાન કાફી બિન્દાસ કિસ્મની ઈન્સાન છે. સોશિયલ મીડિયા પર ખુબ નજર આવે છે. હાલમાં સોશિયલ મીડિયા પર ઈરા અને નુપુર ની તસ્વીરો વાયરલ થઇ રહી છે. સાથે ઘણા લોકો પ્રેમ સંબંધને શુભકામનાઓ પણ આપી રહ્યા છે.