અમિત શાહ ઘણા સમયથી આગામી રાજ્યોમાં ચૂંટણી જીતવાની રણનીતિ સાથે અનેક રાજ્યોના પ્રવાસ કરતા હોય છે. આ પહેલા તેઓ બંગાળના પ્રવાસે ગયા હતા ત્યાં તે આદિવાસી નેતા બિરસા મુંડાની જગ્યાએ બીજા કોઈની મૂર્તિને ફૂલ હારન ચડાવવા પહોંચ્યા હતા, પરંતુ અન્ય નેતાએ માહિતી આપતા તે જગ્યા પર બિરસા મુંડાની તસ્વીર લાવીને તે જગ્યા પર આ પ્રતિમાના પગ પાસે લાવીને ફૂલહાર ચડાવ્યા હતા, તે વખતે પણ તેઓ ટ્રોલ થયા હતા. અને હાલમાં તેઓ તમિલનાડુના પ્રવાસે ગયા છે જ્યાં તેઓ એકવાત ખોટી કરવાથી ટ્રોલ થવા લાગ્યા છે.

સોશિયલ મીડિયા પર તે ટ્રોલ થવાનું કારણ તેઓ ચેન્નઈ યાત્રા દરમિયાન તેમણે જુઠ્ઠાણું ચલાવવાના થયા છે. જેમાં તેમણે એવી વાત કરી છે કે મોદીએ શ્રીલંકાના જાફનામાં તમિલો માટે ઘર બાંધવાનો પ્રોજેક્ટ હાથ ધર્યો છે. જેમણે મોદી 2015માં મોદીએ જાફનામાં તમિલ ભાઈ બહેનોને મળ્યા હતા અને ખાતમુહુર્ત કર્યું તેઓ દાવો કર્યો હતો.

નરેન્દ્ર મોદીએ આ પ્રોજેક્ટ હાથ ધર્યો હોય તેવું ચિત્રણ અમિત શાહે ઉભું કર્યું પરંતુ આ મુદ્દામાં 2010 માં ડૉ. મનમોહનસિંહ સરકારે જાફનામાં યુદ્ધના પરિણામે અસર પામેલા તમિલો માટે 50 હજાર ઘર બનાવવાનો પ્રોજેક્ટ હાથ ધર્યો હતો અને 1400 કરોડ રૂપિયાની રકમ ફાળવી હતી. જેમાં 2012 સુધીમાં એક હજાર ઘરોનો પ્રોજેક્ટ પૂરો થયો હતો જ્યારે બીજા તબક્કામાં 45 હજાર ઘર પુરા કરવાનો પ્લાન હતો. જે પ્લાન 2017માં પૂરો થયો હતો, પરંતુ ફાળવણી અને પ્રોજેક્ટ કોંગ્રેસનો હતો.
આ પ્રોજેક્ટની તમામ માહિતી પાકિસ્તાનના ભારત વિદેશ મંત્રાલય, જાફનામાં કોન્સ્યુલેટ જનરલ, વિદેશ મંત્રાલય અને યુ.એન.ની વેબસાઈટ પર આ માહિતી આપેલી છે. લોકોએ આ વેબસાઈટની લિંક મુકીને શાહ ઉપર ટીકાઓનો મારો ચલાવ્યો હતો.