રૂસના સુદુરવર્તી પૂર્વ વિસ્તારમાં આવેલા 2025 કિલોમીટર લાંબો કોલયમાં હાઈવે દુનિયાભરમાં ફરી એકવખત ચર્ચામાં આવ્યો છે. રૂસના ઈરકુટસ્ક વિસ્તારમાં આવેલા આ રોડ એક વાર ફરીથી માણસના હાડકા અને કંકાલ મળી આવ્યા છે. સ્થાનીય સાંસદ નિકોલય ત્રુફ્નોવએ કહ્યું છે કે સડક પર દરેક જગ્યાએ બાલુ ને માણસના હાડકાઓ પડેલા છે. આ એટલો ભયાનક નજારો છે, કે જેનો હું વર્ણન નથી કરી શકતો. જ્યારે આ વિસ્તારમાં સડકની અંદરથી હાડકાઓ મળી આવતા સ્થાનિક પોલીસે તેની તપાસ શરૂ કરી દીધી છે.

જો જાણીએ આ હાડકાની સડકના નામથી જાણીતી આ સડકના હ્રદય કંપાવી નાખે તેવી કહાની વિશે. બતાવવામાં આવી રહ્યું છે કે ઠંડની ઋતુમાં બરફથી જામી જતા આ પ્રદેશમાં ગાડીઓ ના લપસે એટલા માટે હાડકાને બાલુ સાથે ભેળવીને તેના ઉપર નાખવામાં આવ્યા છે. સ્ટાલિનના સમયમાં બનાવેલા આ હાઇવેના નિર્માણની કહાની ખુબ જ દર્દનાક છે. જેમાં અઢી લાખથી લઈને 10 લાખ લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. આ હાઇવે પશ્વિમમાં નીઝને બેસ્ટયાખ ને પૂર્વમાં મગડાનને જોડે છે. આ સમયમાં કોલયમા સુધી માત્ર સમુદ્ર અથવા પ્લેનથી જ પહોંચી શકાતું હતું. વર્ષ 1930ના દશકામાં સોવિયેત સંઘમાં સ્ટાલિનની તાનાશાહીના દરમિયાન આ હાઈવેનું નિર્માણ કાર્ય શરૂ થયું હતું. આ દરમીયાન સેવવોસ્તલાગ મજદૂર શિબીરના બંધુઓ મજુરો અને કેદીઓની મદદથી વર્ષ 1932માં આનું નિર્માણ શરૂ થયું.

ન્યુયોર્ક ટાઈમ્સના રીપોર્ટ પ્રમાણે આ હાઇવે બનાવવામાં ગુલગના 10 લાખ કેદીઓ અને બંધુઆ મજુરોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ કેદીઓમાં સાધારણ દોશી અને રાજનૈતિક અપરાધનાના દોષી બંને પ્રકારના દોષી હતા. આમાંથી કેટલાય કેદીઓ એવા હતા કે જે સોવિયત સંઘના નામાંકિત વિજ્ઞાનિક હતા. જેમાં રોકેટ વિજ્ઞાની સર્ગેઈ કોરોલેવ પણ સામેલ હતા જે આ કેદ દરમિયાન જીવતા બચ્યા હતા અને જેને 1961માં રૂસને અંતરીક્ષમાં પહેલા માનવને મોકલવામાં મદદ કરી હતી. આ કેદીઓમાં મહાન કવિ વરલમ શલમોવ પણ હતા જેને કોલયમાં કૈપમાં 15 જેલની સજા કાપી હતી. જે આ કૈમ્પના વિષે લખ્યું છે કે ‘ જ્યાં કુતરા અને રીછ પણ હતા જે માણસ સાથે બુદ્ધિમાની અને નૈતિક્તા સાથે વ્યવહાર કરતા હતા. જેણે પોતાના પુસ્તકમાં લખ્યું છે કે ત્રણ અઠવાડીયા સુધી દર્દનાક રીતે કામ, ઠંડી, ભૂખ અને મારપીટ બાદ માણસ જાનવર બની જતો હતો.
કોલયમાં નજીક 10 વર્ષ સુધી જેલની સજા કાપનારી 93 વર્ષની એન્ટોનીના નોવોસાદ કહે છે કે સડક બનાવી રહેલા કેદીઓને કાંટાળા તારની બહારની સાઈડમાં પડેલા બેરીના દાણા એકઠા કરવા બદલ તેને ગોળી મારી દેવામાં આવતી હતી. અને આ મરેલા કેદીઓને આ સડકની અંદર જ દફનાવી દેવામાં આવતા હતા. આ પ્રદેશમાં મોકલવામાં આવેલા કેદીઓમાંથી પાછા આવવાની શક્યતા માત્ર 20 ટકા હતી. માત્ર 100 લોકોમાંથી 20 લોકો જ બચી શકતા હતા. જે લોકો આ શીબીરમાંથી ભાગી જતા પણ હતા તે માત્ર 2 અઠવાડિયા સુધી જ જીવી શકતા હતા. આ દરમિયાન તો તે ઠંડીથી અથવા રીછ્ના હુમલાથી અથવા તો ભૂખથી મરી જતા હતા.