કોરોના કાળમાં દરેક જગ્યાએ અલગ અલગ નિયમો લાગુ કરાઈ રહ્યા છે. હવે લગ્ન માટે પણ સરકારની મંજુરી લેવી પડે છે. વિવિધ શહેરોમાં અલગ અલગ રીતે 50, 100 કે 200 મહેમાનોને જ હાજર રહેવાની મંજુરી આપવામાં આવી છે અને આ નિયમ પ્રમાણે મહેમાનોની યાદી સરકારી કચેરીને આપવાની રહે છે. આ માટે હવે લોકો લગ્ન માટે વ્યવસ્થિત રીતે આયોજન કરી રહ્યા છે. નવા આયોજન પ્રમાણે મહેમાનોને અલગ અલગ દિવસે લોકો બોલાવી રહ્યા છે.

આ દિવસોમાં આમંત્રિત મહેમાનોને વરઘોડો, જાન અને ભોજન એક અલગ અલગ કંકોત્રી આપીને દરેક સગાવહાલાને સાચવી લેવાનો પ્લાન બનાવે છે જયારે અમુક કાર્યકમો લાઇવ ઓનલાઈન માધ્યમો દ્વારા જ યોજવાનો પ્લાન કરી રહ્યા છે. જેમાં લગ્ન મંડપમાં જ દરેક લોકો લાઇવ લગ્ન જોઈ શકે તે માટે કેમેરાઓ લગાવાઈ રહ્યા છે.
આ માટે કંકોત્રીમાજ કાર્ડ પર આઈડી પાસવર્ડ આપી દેવામાં આવે છે. તેમજ કોરોના મહામારીને કારણે તમારું આરોગ્ય લગ્નથી વધુ જરૂરી છે તેવું લખી નાખવામાં આવે છે. સાથે લખવામાં આવી રહ્યું છે કે મહામારીને કારણે ઘરેથી જ વર-વધુને આશીર્વાદ આપો. સ્નેહભોજન તમારા ઘરે અમે હોમ ડીલીવરીથી પહોચાડી દઈશું તેમ કહેવામાં આવે છે.

લાઈવ સ્ટ્રીમીંગ ડિવાઈસ સાથે કેમેરો જોડીને પ્રસારણ કરવામાં આવે છે. તેમાં મહેમાનોને લિંક અને પાસવર્ડ આપવામાં આવે છે. જેમાં શહેરોના 70 ટકા લગ્નોમાં આવું થઈ રહ્યું છે. અત્યારે આવા લગ્નો માટે વિડીયોગ્રાફીવાળા લોકોને આમંત્રણ અપાઈ રહ્યા છે. જ્યારે જુદા જુદા કાર્ડમાં કોરોનાની મહામારીને લગતા સ્લોગનો લખાઈ રહ્યા છે. જયારે લગ્ન માટે ભોજન ડીલીવરી કંપનીઓને ઓર્ડર અપાઈ રહ્યા છે. આ કોરોના મહામારીના કારણે નવો વિચાર લોકો અપનાવી રહ્યા છે. વરઘોડો, જન અને ભોજન એમ અલગ અલગ રીતે હાજરી આપવા માટે લોકોને નિમંત્રણ અપાઈ રહ્યું છે.