ગુગલ સહીત ફેસબુક અને ટ્વીટર જેવી સોશિયલ મીડિયા કંપનીઓએ પાકિસ્તાનને ધમકી આપીને પાકિસ્તાનમાંથી વિદાય લઇ લેવાનું કહી દીધું છે. આ વિદાય થવા પાછળનું કારણ છે કે થોડા સમય અગાઉ પાકિસ્તાનના વડા ઇમરાન ખાને ઈન્ટરનેટ કન્ટેન્ટ પર સેન્સરશીપ લાગુ થશે તેમ કહ્યું હતું એ છે. આ સિવાય પાકિસ્તાન સરકારે આવેલો નવો કાયદો પણ વિવાદનું કારણ છે જેમાં આ ઇન્ટરનેશનલ કંપનીઓને નિશાન બનાવવામાં આવી છે.

Google, Facebook and Twitter threaten Pakistan
પાકિસ્તાન સરકારે કાયદા અંતર્ગત જાહેર કર્યું છે કે જે પણ કંપનીઓ આ કાયદાના નિયમોનો ભંગ કરશે તેને દંડ કરવામાં આવશે. આ કાયદાનો ખુબ વિરોધ કરવામાં આવી રહ્યો છે. વૈશ્વિક કંપનીઓનું આગેવાની કરી રહેલા લોકોનું કહેવું છે કે ઇન્ટરનેશનલ કંપનીઓને આ રીતે નિશાન બનાવવી યોગ્ય નથી. પાકિસ્તાનનો આ કાયદો દરેક કંપનીઓ માટે ચિંતા ઉભો કરનાર છે.
જો પાકિસ્તાન સરકાર આ કાયદો અમલમાં લાવશે તો આ વિદેશી કંપનીઓ પોતાનો બિઝનેશ સંકેલી લેશે. આ કંપનીઓ એશિયામાં ગુગલ, ફેસબુક અને ટ્વીટર જેવી કંપનીઓ છે. પાકિસ્તાનમાંથી પ્રગટ થયેલા સમાચાર મુજબ ત્યાં આ નવા કાયદાની જાહેરાત કરવામાં આવી છે. આ કાયદા મુજબ હવે આ કંપનીઓ પાસેથી સરકાર દ્વારા સંપૂર્ણ માહિતી અધિકાર રહેશે. સરકારી તપાસ એજેન્સીઓ નવા નિયમ મુજબ સોશિયલ મીડિયા કંપનીઓ પાસેથી અને ઈન્ટનેટ સર્વિસ આપનાર કંપનીઓ જે માહિતી માંગે તે આપવાની રહેશે. જેમાં યુઝરનો ડેટાનો પણ સમાવેશ થાય છે.

આ પ્રકારે આ તમામ કંપનીઓ પોતાના નિયમો પ્રમાણે કોઇપણ યુઝરની પ્રાઈવસીનો ભંગ કરીને માહિતી આપવા તૈયાર નથી, જો કંપની આવું કરશે તો યુઝર પોતાની એપની વિશ્વસનીયતા ગુમાવી શકે છે. આ માહિતી ગુપ્ત રાખવા માટે આ કંપનીનો ભાગ બનતાની સાથે કંપનીઓ દ્વારા ગ્રાહકને પ્રાઈવસીનો સંપૂર્ણ ખ્યાલ રાખવાની બાહેંધરી આપે છે. જેથી આ માહિતી આપતા પહેલા જ કંપનીઓ પોતાના ગ્રાહકો પ્રત્યેનો વિશ્વાસ તોડવા માંગતી નથી. જેના કરતા તે પોતે જ પાકિસ્તાનમાંથી પોતાનો બીઝનેસ છોડી દેવાની જાહેરાત કરી છે.