આપણે આપણી માનતા કે મન્નત પૂરી થાય તો માતાજીને કે ભગવાનને ફળ, ભૂલ, ધૂપ, મીઠાઈ તેમજ લાપસી કે સુખડી સહિતની વસ્તુઓ ચડાવાય છે. પરંતુ અમુક જગ્યાઓએ એવી વસ્તુઓ ચડાવવામાં આવે છે કે જેનાથી દરેક લોકોને નવાઈ લાગે છે. આ એક જગ્યાએ તો મંદિરમાં પુરુષનું પ્રજનન અંગ ચડાવવામાં આવે છે.
આ અનોખું મંદિર થાઈલેન્ડમાં આવેલું છે. જે બેંગકોંગમાં સ્યાન નદીના કિનારે આવેલું છે. આ મંદિર એક મઠ છે અને જેમાં ટબટીમ શિરનની પૂજા કરવામાં આવે છે, જે ચાઓની માઈ એટલે કે તેની માતા છે. જેમાં માતાના શ્રધ્ધાળુઓ લાકડા, પથ્થર અને રબ્બરથી લિંગ બનાવીને ચડાવે છે. જેમાં મોટા ભાગની માનતા એવા પ્રકારની છે જેમાં ખોળો ના ભરાતો હોય, ઘેર પારણું ના બંધાતું હોય તેવો તેમના ઘરે આ માનતા પૂરી થતા લિંગ ચડવામાં આવે છે.

આ લિંગ ચડાવવા પાછળ ખુબ જ પુરાણી કથા જોડાયેલી છે. જેમાં ન્યુ લર્ટ નામના વ્યક્તિએ આ જગ્યાએ વૃક્ષ પાસે માનતા રાખી હતી અને જેની માનતા પૂરી થઈ હતી, ત્યારથી જેને આ વૃક્ષમાં પવિત્ર આત્મા વસે છે એમ માનીને આ જગ્યા પર મંદિર બનાવ્યું. લોકો આ જગ્યા પર ફૂલો, ચંદન ચડાવતા હતા. ચાઓ માઈ એક બુદ્ધ ભગવાન પહેલાના ઝાડદેવી છે એવું કહેવામાં આવે છે. સાથે તેને પ્રજનન દેવી પણ માનવામાં આવે છે.
આ મંદિર આજે વિશ્વભરમાં ખ્યાતી પામ્યું છે. જેથી ત્યાં એશિયાના ઘણા દેશો સાથે થાઈલેન્ડના ભક્તો માતાના દર્શને આવે છે અને પ્રાર્થના કરે છે કે પોતાના ઘેર બાળકનો જન્મ થાય તો લિંગ ચડાવશે અને તે પ્રમાણે માતાના આશીર્વાદથી બાળક જન્મ્યા બાદ તેઓ લિંગ બનાવીને ચડાવે છે.

આપણા ઈતિહાસ મુજબ લિંગ અને યોનીની પૂજાએ પ્રાચીન સિંધુખીણની સંસ્કૃતિનું લક્ષણ માનવામાં આવે છે. જે પ્રમાણે ભારતમાં પણ કામાખ્યા દેવીનું મંદિર છે. જે મંદિર પણ પ્રાચીન સંસ્કૃતિ સાથે જોડાયેલું છે. માતા ચાઓ માઈ પ્રત્યે લોકો ખુબ શ્રધ્ધા ધરાવે છે અને અહિયાની માનતા રાખતા લોકોને બાળ સુખ મળે છે. જેથી તેઓ લિંગ ચડાવે છે. આ સિવાય માતાને જાસ્મીન ફૂલમાળા, ધૂપ લાકડી,કમળફૂલ કળીઓ, ડાન્સર, ઘોડો અને હાથીની મૂર્તિઓ પણ આ દેવી ચાઓ માઈને ચડે છે.
ત્યાના ટ્રસ્ટીઓ અને પુજારીઓ કહે છે કે કોઈ વ્યક્તિ આ મંદિરના દર્શને આવે તો અહિયાં સંકોષ અનુભવે છે, પરંતુ થાઈ લોકો ખુલ્લા વિચાર ધરાવે છે અને શ્રદ્ધા માટે લાકડાનું, રબ્બરનું કે પથ્થરનું લિંગ ચડાવવું તેમના માટે સામાન્ય છે. થાઈ સભ્યતામાં લિંગને નસીબદાર અને સુખ સમૃદ્ધિનું પ્રતિક ગણાય છે. ત્યાં લોકો સંબંધ બાળકોને જ નહી સુખ સમૃદ્ધિને માનીને પણ કરવામાં બાંધવામાં આવે છે. તે લોકો ઘરની સામે લિંગ ફિગર પર રાખે છે કે જેથી ઘરમાં સમુદ્ધિ રહી શકે. આ લોકો મોટાભાગે બૌદ્ધ ઘરમાં વિશ્વાસ રાખે છે.