વિદેશમાંથી ડુંગળી આયાત કરવાની ઓછી થઈ જવાથી હાલમાં ડુંગળીનાં ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. જો કે રાજસ્થાનમાંથી ડુંગળીની આવક ખુબ વધારે પ્રમાણમાં છે. રાજધાની દિલ્હીમાં સોમવારના રોજ ડુંગળીનો ભાવ 50 થી 70 રૂપિયાથી ચાલી રહ્યા છે. જો કે તેનો મૂળ ભાવ 14 થી 47 રૂપિયા હતા. જે દિવાળીના દિવસોમાં ઘટીને 42 રૂપિયા કિલોએ થયા હતા. નિષ્ણાતોના મત અનુસાર ડીસેમ્બર પહેલા હવે આ ભાવ ઘટવાની કોઈ જ શક્યતા નથી. પરંતુ બટેટાના નવા ઉત્પાદનનો જથ્થો બજારમાં આવી જવાથી તેના ભાવમાં ઘટાડો થયો છે.

ડુંગળીના ભાવમાં બીજી વખત ઝડપથી વધારો થયો છે જેનું કારણ આવકમાં આવેલી કમી માનવામાં આવે છે. જયારે રાજસ્થાનમાંથી આવતા ડુંગળીના ઉત્પાદિત પાકમાં બજારમાં આવવાની શરૂઆત થઈ ગઈ છે. અત્યારે દેશના મોટા ભાગના પ્રદેશમાં આ ડુંગળી જઈ રહી છે. નિષ્ણાતો વેપારી બતાવે છે કે વીતેલા દિવસોમાં દેશમાં ડુંગળીના ભાવમાં ઘટાડો થવાથી અને લોકલ ડુંગળીની આવકમાં વધારો થવાથી વિદેશથી આયાત કરવામાં આવતી હતી તે ધીમી પડી ગઈ છે. હોર્ટીકલ્ચર પ્રોડ્યુસ એક્સ્પોર્ટ એસોસીએશનના અધ્યક્ષ અજીત શાહે બતાવ્યું છે કે વિદેશથી આયાત કરવાની ડુંગળી બંધ નથી કરવામાં આવી પરંતુ ઘટાડો જરૂર થયો છે, આ અઠવાડિયામાં તુર્કીથી ડુંગળી આયાત કરવામાં આવી હતી.
જેઓએ કહ્યું છે કે આ સમયે રાજસ્થાનથી આવનારી ડુંગળીનો વધારો થઈ રહ્યો છે. જેથી સ્થાનિક જરૂરિયાત પૂરી પડી રહી છે. પરંતુ જયારે ડુંગળીના ભાવમાં ઘટાડો ત્યારે થશે જ્યારે નાશિકથી પાકેલી નવી ડુંગળી બજારમાં આવશે. નાશિકની જૂની ડુંગળીનો જથ્થો હતો તે અત્યારે પૂર્ણ થવાના આરે છે. જેથી અત્યારે ભાવમાં ઘટાડો થવાની શક્યતા નથી દેખાતી. દિલ્હીના એનસીઆરમાં ડુંગળીનો વધેલો ભાવ 50 થી 70 રૂપિયા કિલો થયો છે.

આ વચ્ચે બટેટાનો ભાવ 20 થી 36 રૂપિયા પ્રતિ કિલ્લોએ પહોચી જવાની શક્યતા છે, અત્યારે 50 રૂપિયા કિલોએ બટેટાનો ભાવ ચાલી રહ્યો હતો. પોટેટો એન્ડ ઓનિયન એસોસિયેશનના જનરલ સેક્રેટરી રાજેન્દ્ર શર્માએ કહ્યું છે કે અત્યારે રાજસ્થાન તરફથી આવનારી ડુંગળીના આવક વધી રહી છે જે ડુંગળીની અછતને પૂરી કરી રહી છે. જેથી ભાવમાં ઘટાડો થવાની શક્યતા નથી, પરંતુ દેશના અન્ય ભાગમાંથી ઉત્પાદન થનારી ડુંગળીમાં હજુ સમય લાગી શકે છે. જેથી આયાત નહિ થવાની ઉણપમાં ડુંગળીનો ભાવ ઝડપથી વધી શકે છે.
ડુંગળીના ભાવ પર કાબુ રાખવા માટે કેન્દ્ર સરકારે 14 સપ્ટેમ્બરના ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. જયારે 23 ઓક્ટોબરના રોજ જથ્થાબંધ અને છૂટક વેપારીઓને ડુંગળીનો જથ્થો રાખવાની સીમા નક્કી કરી દેવામાં આવી હતી. જેમાં છૂટક વેપારી વધુમાં વધુ બે ટન અને જથ્થાબંધ વેપારી 25 ટન માલ રાખી શકે છે. જેમાં આ મર્યાદા 31 ડીસેમ્બર સુધી રાખવામાં આવી છે. સાથે આયાતના નિયમોમાં છૂટ આપવામાં આવી છે.