આજે આપણે ત્યાં દેશમાં બળાત્કારના કેસો વધી રહ્યા છે, આપણા દેશમાં બળાત્કારીને વધુમાં વધુ મોતની સજા કરવાનો કાયદો છે, જે પણ મોટેભાગે આરોપીઓને જેલમાં રાખી દેવામાં આવે છે. જ્યારે આ બળાત્કારના મુદ્દાને લઈને વિવિધ દેશોમાં અલગ અલગ એવા વિચિત્ર કાયદાઓ છે કે આ કાયદાઓના ડરથી ગભરાઈને બળાત્કાર કરવાનું માંડી વાળે અને બીજા વ્યક્તિઓને આપેલી સજા જોઇને ત્યાં આવા કેસો ઓછા બને છે.

આવા મામલે હાલમાં જ આપણો પાડોસી દેશ પાકિસ્તાને પણ આવો વિચિત્ર કાયદો બનાવી નાખ્યો છે. જેથી બધાનું ધ્યાન આ તરફ ખેંચાયું છે. મળતી માહિતી અનુસાર પાકિસ્તાન દ્વારા બળાત્કારના આરોપીને સર્જરી અથવા રાસાયણિક રીતે નપુંસક બનાવી દેવામાં આવે તેવો કાયદો બનાવી ચુક્યું છે. જેમાં સરકાર દ્વારા આ કાયદાના પ્રસ્તાવને મંજુરી આપી દીધી છે.
દુનિયાના અનેક દેશોમાં બળાત્કારના આરોપીઓ માટે જુદી જુદી રીતે સજા કરવામાં આવે છે. જેમાં અમુક દેશમાં આરોપીને જાહેરમાં ગોળી મારીને ઉડાવી દેવામાં આવે છે. આવો કાયદો કીમ જોન શાસિત દેશ ઉત્તર કોરિયા માં છે. આઉદી અરેબિયામાં આરોપીને પ્રજનન અંગ કાપી નાખવામાં આવે છે સાથે મોતની સજા પણ આપવામાં આવે છે. જેમાં સજા માટે કાયદો એક છે પરંતુ તેના અમલનો પ્રકાર જુદો જુદો છે.

પોલેન્ડમાં તો બળાત્કારના આરોપી માટે સજા એટલી ભયાનક છે કે જ્યાં આ દોષિતોને જંગલી ભૂંડના ખોરાક માટે મોકલી દેવામાં આવે છે. ત્યાં હાલમાં કાયદો સુધારીને ત્યાં દોષિતોને નપુંસક બનાવી દેવાનો કાયદો આવ્યો છે. ચીનમાં બળાત્કારના આરોપીને પકડીને તાત્કાલિક મોતની સજા આપી દેવામાં આવે છે.
આ સિવાય ઈરાકમાં બળાત્કારના આરોપીને જાહેરમાં જ પથ્થર મારીને મારી નાખવામાં આવે છે. આરોપીને પકડીને તેને લોકો વચ્ચે લાવવામાં આવે છે અને બધા લોકો તેને પથ્થર મારીને મોતને ઘાટ ઉતારી દે છે. ઇન્ડોનેશિયામાં દોષિતોના ગુપ્તાંગ કાપી નાખવામાં આવે છે. તો વળી ક્યારેક દવાઓ અને રસાયણ વડે નપુંસક બનાવી દેવામાં આવે છે.
આમ અલગ અલગ દેશમાં વિચિત્ર કાયદાઓ છે જે એટલા ભયાનક છે કે બીજા લોકો પણ આવા ગુનો કરતા સો વખત વિચારે છે. ભારતમાં કાયદાઓ દ્વારા સાબિત કરતા વર્ષો વીતી જાય છે અને આરોપીને જેલમાં રાખવામાં આવે છે, જયારે ભોગીને ન્યાય મળતા વર્ષો લાગી જાય છે. જ્યારે આરોપી સગીર વયનો હોય તો તેને છૂટો કરી દેવામાં આવે છે. જયારે પાકિસ્તાને આવો કાયદો બનાવતા સૌનું ધ્યાન તેના તરફ ખેંચાયું છે.