ગુજરાતમાં હાલમાં ખુબ જ મોટા પ્રમાણમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. કોરોનાના વિસ્ફોટને કારણે અમદાવાદમાં કરફ્યુ લગાવી દેવામાં આવ્યો છે, આ રાત્રી કરફ્યુના અમદાવાદ સાથે રાજકોટ, સુરત અને વડોદરામાં પણ લગાવવામાં આવ્યા છે. હાલમાં સમગ્ર રાજ્યમાં કોરોનાની સંક્રમણની ગતિ વધી રહી છે. જેથી સરકાર દ્વારા કરફ્યુનો નિર્ણય લેવામાં આવ્યો છે. એમાય અત્યારે લગ્નગાળાની સીઝન ચાલી રહી છે જેથી રાત્રે મોટા પ્રમાણમાં લોકો ભેગા થવાની અને ગાઈડલાઈન્સ પાલનનો ભંગ થવાના કારણે આ નિયમ લાગુ કરવામાં આવ્યો છે.

આ કરફ્યુ અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતમાં લાગુ હોવાથી રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા રાત્રી બસો બંધ કરી દેવામાં આવી છે. 9 થી 6 સુધી કરફ્યુની સાથે રાત્રી બસો પણ ચાલુ રહેશે. અમદાવાદથી આવતી 450 જેટલી બસો બંધ કરી દેવામાં આવી છે. રાત્રીના 9 પહેલા જે બસો પહોંચે તે બસોનું જ સંચાલન કરવામાં આવશે. જ્યારે અમદાવાદથી પસાર થતી બસોને બાયપાસ કરી દેવામાં આવશે.
GSRTC દ્વારા વિવિધ ડેપોની અલગ અલગ બસ સેવા બંધ કરવામાં આવી છે. રાજકોટમાં 378 બસો બંધ કરવામાં આવી છે. વડોદરાની પણ 531 બસો બંધ કરવામાં આવી છે. જયારે સુરત શહેરની 395 જેટલી બસો બંધ કરી દેવામાં આવી છે. પરંતુ આ બાયપાસ જતી બસો ચાલુ રહેશે. પરંતુ તે શહેરમાં પ્રવેશ કરી શકશે નહિ.

વડોદરામાં યાત્રીઓને દુમાડ ચોકડી, કપુરાય ચોકડી, ગોલ્ડન ચોકડી, જીએનએફસી, છાણી જકાત નાકાથી બસો મળી રહેશે. સુરતના યાત્રીકો માટે મરોલી ચોકડી, કડોદરા ચોકડી, કામરેજ ચોકડી, ઓલપાડ ચોકડી વગેરે જગ્યાએથી બસો મળશે. રાજકોટ યાત્રીકોને ગોંડલ ચોકડી, હાજીડેમ ચોકડી, ગ્રીન લેન્ડ, માધાપર ચોકડી પરથી બસો મળી રહેશે. અમદાવાદમાં સનાથલ ચોકડી, એક્સપ્રેસ હાઇવે, અસલાલી, હાથીજણ સર્કલ, અડલજ ચોકડી, કોબ સર્કલથી બસો મળી રહે છે. આમ આ તમામ બસો અન્ય શહેરમાં બાયપાસ જતી બસો હશે. જો કે આ તમામ ચારેય શહેરોમાંથી આ બસો રાત્રી દરમિયાન બસો મુકાશે નહિ.