દેવ દિવાળી પછી લગ્નની સીઝન શરૂ થાય છે. ભારત એકમાત્ર એવો દેશ છે જ્યાં લગ્નપ્રસંગને તહેવારની જેમ ઉજવવામાં આવે છે. કોરોના વાયરસની મહામારીના કારણે સરકાર દ્વારા લગ્ન પ્રસંગો પર મહેમાનોની સંખ્યા 100 કરી દેવામાં આવી છે, કેન્દ્રની ગાઈડલાઈન્સ લગ્નમાં વધુમાં વધુ 200 વ્યક્તિઓને હાજર રાખી શકાય છે પરંતુ રાજ્ય સરકારો પોતાની સ્થિતિ અનુસાર પ્રતિબંધો કે નિયંત્રણો લડી શકાય છે જે મુજબ ગુજરાતમાં માર્યાદિત સંખ્યા 100 કરી દેવામાં આવી છે. જેમાં ફોટોગ્રાફર અને વિડીયોગ્રાફર જેવા વ્યક્તિઓનો પણ સમાવેશ થાય છે અને આ આવનાર તમામ મહેમાનોની યાદી પોલીસ સ્ટેશનમાં આપવી ફરજીયાત કરવામાં આવી છે.

લગ્ન પ્રસંગ નજર રાખવા દરેક શહેરોમાં ટીમો બનાવવામાં આવી છે. જો લગ્નમાં વ્યક્તિઓની સંખ્યા 100 કરતા વધારે જણાય તો સરકારી દિશા નિર્દેશ અનુસાર 25 હજાર જેટલો દંડ લાગુ પડી શકે છે. આ સિવાય મહામારી અધિનિયમનું ઉલ્લંઘન કરવા બદલ અને માનવ જીવનને સંકટમાં નાખવા બદલ તમારા પર FIR કરીને કેસ દાખલ થઈ શકે છે. આ સંબંધમાં દરેક મેજીસ્ટ્રેટ અને ક્ષેત્રીય અધિકારીઓને જરૂરી નિર્દેશ આપી દેવામાં આવ્યા છે.
ગુજરાત સરકારે લગ્નમાં 100 વ્યક્તિઓને લગ્નમાં આવવા છૂટ આપી છે. આમાં સરકારના નિયમનું ઉલ્લંઘન થાય તો દંડ ભરવો પડે છે અને આવો જ દંડ સુરતમાં વરાછા વિસ્તારમાં એક વ્યક્તિને દીકરીના લગ્નમાં ભરવો પડ્યો છે. જેમાં સુરત પ્રશાસનના અધિકારીઓએ 5000 રુપિયાનો દંડ લગ્ન પ્રસંગના ટાણે ઉઘરાવ્યો છે. માહિતી અનુસાર સુરતના વરાછાની ગંગા જમના સોસાયટીમાં આવેલી વાડીમાં લગ્ન પ્રસંગ હતો. જ્યાં નગરપાલિકાની ટીમ આવી ચડી હતી. જેમાં તેણે ચેકિંગ કરતા સોશિયલ ડિસ્ટન્સનું પાલન થઈ રહ્યું નહોતી. કેટલાય લોકોએ માસ્ક નહોતા પહેર્યા. જેથી કન્યાના ભાઈ પાસેથી આ ટીમે 5000 રૂપિયાનો દંડ કન્યાના ભાઈ પાસેથી ઉઘરવ્યો હતો.

દીકરીના લગ્ન પ્રસંગમાં લગ્ન વિધિ ચાલી રહી હતી તે સમયે આ ટીમ આવતા સૌ મુંજાય ગયા હતા, પરંતુ ટીમ દ્વારા કોઈને પકડવામાં કે સજા કરવામાં નહોતી આવી પરંતુ 5000 રૂપિયાનો દંડ લેવામાં આવતા લોકોને રાહત થઈ હતી. એટલે આ કિસ્સામાં માત્ર પોલીસ કે કલેકટરની મંજુરી લેવાથી લગ્ન પ્રસંગ યોજી શકાય એમ તમે માની લો તો એ વાત ખોટી છે. સાથે તમામ મહેમાનોને માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ અને સેનીટાઈઝર કરવું પણ લગ્નના દિશા નિર્દેશમાં નક્કી કરવામાં આવ્યું છે.
આમ સિવાય લોકોએ પોતે કોરોનાનું સંક્રમણ અન્ય લોકોને ના ફેલાય અને પોતે પણ સુરક્ષિત રહે પોતાનો પરિવાર સુરક્ષિત રહે તે માટે આ નિયમો પાળવા જોઈએ અને મુદ્દાને ગંભીરતાથી લેવો જોઈએ.