આવતા વર્ષે 25 એપ્રિલ 2021માં લોન્સ એન્જેલસમાં થનારા 93માં ઓસ્કારએવોર્ડ 2021ના માટે ભારત તરફથી મલયાલમ ફિલ્મ જલ્લીકટ્ટૂને સતાવાર રીતે જાહેર કરી દેવામાં આવી છે. ફિલ્મ ફેડરેશન ઓફ ઇન્ડિયાની 14 સભ્યોની એક કમિટીએ ડાયરેક્ટર લીજો જોસ પેલીસરીની આ ફિલ્મને પસંદ કઈ છે. જલ્લીકટ્ટૂ બેસ્ટ ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ ફોરેન લેન્ગવેજની કેટેગરીમાં ભારતનું પ્રતિનિધત્વ કરશે. ભારત તરફથી ઓસ્કારમાં જનારી જલ્લીટ્ટૂ સિવાય કેટલીય ફિલ્મો પણ આ હરીફાઈમાં હતી. જલ્લીટ્ટૂને 27 ફિલ્મોમાંથી પસંદ કરવામાં આવી છે.

ફેડરેશનના જ્યુરી બોર્ડ ચેરમેન રાહુલ રવૈલને જાહેર કરતા કહ્યું છે કે આ એક એવી ફીલ્મ છે જે વાસ્તવમાં એ સમસ્યાને સામે લાવે છે જે માણસોમાં છે. પેલીસરી ખુબ અદ્ભુત ડાયરેક્ટર છે જેને અંગમાલી ડાયરીઝ, ઈઆ, માં યાઉ માટે જાણવામાં આવે છે. એમની જલ્લીટ્ટૂ એવી ફિલ્મ છે જેના પર દેશને ગર્વ થતો હોવો જોઈએ.
ઓસ્કારમાં મોકલવા માટે હિન્દી, ઉડિયા, મરાઠી અને અન્ય ભાષાઓની 27 ફિલ્મો વચ્ચે મુકાબલો હતો. જેમાં મેઘના ગુલઝારની છપાક, શુજીત સરકારની ગુલાબો સીતાબો, સફદર રહનાની ચીપ્પા, હંસલ મહેતાની છલાંગ, ચૈતન્ય તામ્હણેન ધ દીસાઈપલ, વિધુ વિનોદ ચોપડાની શિકારા, અનંત મહાદેવનની બીટર સ્વીટ, રોહેના ગગએરની ઈઝ લવ ઇનફ સર, ગીતુ મોહનદાસની મુથોન, નીલા માધવ પાન્ડાની કલીરા અતીતા, અનવિતા દત્તની બુલબુલ, હાર્દિક મહેતાની કામયાબ અને સત્યાંશુ દેવાંશુની ચિન્ટુ ક બર્થડે વગેરે સામેલ હતી.

ફિલ્મમાં વાર્કે અને એન્ટની નામનો એક વ્યક્તિ કતલખાનું ચલાવે છે. જ્યાં ભેંસોને મારીને એને વેચી દેવામાં આવે છે. એક દિવસ એક ભેસ કતલખાનામાંથી ભાગી જાય છે. આખું ગામ તેને પકડવામાં લાગી જાય છે. પરંતુ ભેસ કાબુમાં નથી આવતી. ફિલ્મમાં અલગ અલગ રીતે ભેંસને કાબુમાં કરવાની રીત બતાવવામાં આવે છે સાથે જ ભેંસ ભીડથી બચીને કાબુ કરે છે તે બતાવવામાં આવે છે. ગયા વર્ષે જોયા અખ્તરની ગલી બોયને 2020ના 92માં એકેડમી એવોર્ડમાટે સત્તાવાર રીતે પસંદ કરવામાં આવી હતી.