ભારતમાં ખુબ જ પ્રખ્યાતી પામેલી સોશિયલ મીડિયા એપ શેરચેટ હવે ગુગલ ખરીદી લેશે. હાલમાં ગુગલના અને શેરચેટના અધિકારીઓ સાથે વાટાઘાટો શરૂ થઈ છે. હાલમાં આ એપ્લીકેશનન ખરીદવા માટે ગુગલે તૈયારી દાખવી છે. આ એપને 16 કરોડથી વધારે એક મહિનાના યુઝર છે. હાલમાં આ એપને પાંચ વર્ષ પુરા થયા છે.

ભારતના મોટા ભાગના રાજ્યોમાં આ એપ ખ્યાતી પામી છે. ભારતના આ રાજ્યોને પોતાની ભાષામાં આ એપનો લાભ મળે છે. અને તે પોતાના રાજ્યનું કન્ટેન્ટ જોઈ શકે છે. આ સિવાય લોકો અંગ્રેજીમાં અને હિન્દીમાં પણ આ એપનો ઉપયોગ થાય છે. આમ શેરચેટ પર 15 જેટલી ભાષામાં સેવા આપે છે. અને જેમાંથી ખ્યાતી પામેલા વિડીયો અને બીજા સોસીયલ મીડિયા કન્ટેન્ટ ખુબ જ વાયરલ થાય છે. શરૂઆતમાં આ એપ પર નોનવેજ જોક્સ અને નોનવેજ વિડીયો વાયરલ થતા હતા. શેરચેટમાં ચેટ રૂમ નામની સુવિધા છે જેમાં ૮ લોકો લાઈવમાં ઓનલાઇન વોઈસ ચેટ કરી શકે છે અને એડમીન જેને પરમીશન આપે તે પ્રમાણે અલગ અલગ લોકો આ વોઈસ ચેટ કરવા આવી શકે છે જયારે બાકીના અનેક અનલિમિટેડ લોકો મેસેજ દ્વારા ચેટરૂમમાં જોડાઈને વાત કરી શકે છે.

ટીકટોક અને હેલો ભારતમાં ખ્યાતી પામ્યા એ પહેલા પણ શેરચેટમાં વિડીયો, ઓડિયો અને ફોટોઝ વાયરલ થતા હતા. આ શેરચેટ એક ભારતીય કંપની મોહલ્લા ટેક પ્રાઇવેટ લીમીટેડ કંપની દ્વારા બનાવવામાં આવેલ છે. આ કંપનીને અંકુશ સચદેવા, ભાનુ પ્રતાપ સિંહ અને ફરીદ અહેસાન નામના મિત્રોએ સાથે મળીને સ્થાપી હતી. ગુગલ હવે પોતાની સેવાઓ ભારતીય ભાષામાં વિસ્તરણ કરવા માંગે છે એટલે શેરચેટ ખરીદી લેશે. જેમાં ગુગલ દ્વારા 1 અબજ ડોલરથી વધારે રકમની જાહેરાત કરી છે.
આ ડીલને લઈને ગુગલ અને શેરચેટ અધિકારીઓ સાથે પ્રાથમિક કરાર થઇ ચુક્યા છે. ૧૫ થી વધારે ભાષામાં હોવાથી અંગ્રેજી ન જાણતા હોય તેવા લોકો પર આ એપ વાપરી શકે છે અને પોતાનું સ્થાનિક કન્ટેન્ટ મળી રહે છે. આ એપનું સંચાલન બેંગ્લોરથી થાય છે. આ એપના સંચાલન માટે 400થી વધારે કર્મચારીઓ કામ કરે છે. આ એપ ગુગલ પ્લે સ્ટોર અને એપ સ્ટોરમાં ઉપલબ્ધ છે. હાલમાં આ એપના દ્વારા વિડીયો માટે સ્પેશીયલ વિડીયો માટે મોજના નામે એપ લોન્ચ કરવામાં આવી છે, આ સિવાય શેરચેટ લાઈટ નામે પોતાની મીની એપ પણ છે.