હાલમાં દેશમાં કોરોનાનું મોટા પ્રમાણમાં સંક્રમણ વધી રહ્યું છે. દેશમાં ખુબ જ કેસો વધી રહ્યા છે અને મોતની સંખ્યા પણ વધતી જાય છે. દેશમાં કોરોના વધતાની સાથે જ દરેક રાજ્યોની સરકારો સક્રિય થઈ છે. જેમાં હાલ લગનગાળાની સીઝન ચાલી રહી છે, એટલા માટે ગુજરાત અને અનેક રાજ્યોમાં રાત્રી કરફ્યું લગાવવામાં આવ્યા છે. હવે તે મામલાને ધ્યાને લઈને કેન્દ્ર સરકારે નવી ગાઈડલાઈન્સ તૈયાર કરી છે. જેમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે રાજ્યોએ સાવચેતી રાખવી જોઈએ. જેમાં દેખરેખ અને સાવચેતીની બાબતમાં ધ્યાન રાખવું અને આ મામલે કડક વલણ રાખવાની સુચના આપવામાં આવી છે. જેમાં દરેક રાજ્યોએ પોતાની પરિસ્થિતિને અનુકુળ નિયંત્રણ મૂકી શકે છે. આ ગાઈડલાઈન્સનો અમલ પહેલી ડિસેમ્બરથી થશે. જેમાં દિવાળીના તહેવાર અમુક રાજ્યોમાં કેસોની સંખ્યા ખુબ વધી રહી છે અને તેના ધ્યાનમાં રાખીને આ દિશા નિર્દેશો જાહેર કરવામાં આવ્યા છે.

The new guidelines of the central government regarding corona
કેન્દ્ર સરકારની માહિતી અનુસાર આપણે ત્યાં રીકવર થવાની સંખ્યા ખુબ જ વધારે છે અને વચ્ચે કેસોની સંખ્યા પણ ઘટી હતી. જેથી આપણે ગંભીર રહ્યા હોવાની રીતે પાલન કરતા હતા જેથી કોરોનાના કેસમાં ઘટાડો થતો હતો પરંતુ હાલમાં સ્થિતિ ગંભીર થતી જણાય છે એટલે કેન્દ્રે રાજ્યોને ગંભીર થઈને કડક નિયંત્રણો લાદવા કહ્યું છે. હાલમાં સરકારી રીતે અનલોક-5 નો તબક્કો ચાલે છે, જ્યારે સરકારે હવે નિયંત્રણ ચાલુ રાખવા અને જરૂર પડે તો નિયંત્રણ વધારવા કડક સુચના અપાઈ છે. કોરોનાને લીધે ગુજરાતમાં પણ અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં રાત્રી કર્ફ્યું મુકવામાં આવ્યા છે.

જ્યારે કેન્દ્રએ જાહેર કરેલી માર્ગદર્શિકા મુજબ હવે આ સૂચનાનું પાલન કરવાનું રહેશે. જેમાં રાજ્યો માટે કન્ટેન્ટમેન્ટ ઝોનમાં કડક નિયમોનું પાલન કરવાનું રહેશે. સર્વિલન્સ સીસ્ટમ મજબુત કરવાની રહેશે. જીલ્લા વહીવટી તંત્રએ કેન્દ્રની ગાઈડલાઈન્સનું પાલન કરવાનું રહેશે. રાજ્યો સ્થિતિને ધ્યાનમાં લઈને નિયંત્રણો મૂકી શકે છે.
જીલ્લામાં ઉમેરનાર કન્ટેન્ટમેંન્ટ ઝોનની યાદી એમની વેબસાઈટ પર જાહેર કરવાની રહેશે. અને તેને અપલોડ કરીને આરોગ્ય મંત્રાલયને મોકલવાની રહેશે. જરૂરી સામગ્રી સિવાયના લોકોની અવરજવર પર પ્રતિબંધ મુકવામાં આવશે. ઘરે ઘરે જઈને કોરોનાનું ટેસ્ટીંગ કરવામાં આવશે. કોરોનાના સંપર્કમાં આવનાર લોકોને ક્વોરેન્ટીન કરવામાં આવશે. જરૂર હોય તો જ વ્યક્તિને હોસ્પીટલમાં રાખવામાં આવશે અને બાકી તેને ઘરે કોરોન્ટાઇન કરવામાં આવશે. દરેક જગ્યાએ ઓફિસોમાં તેમજ અન્ય જગ્યાએ કર્મચારીઓને સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે રીતે વ્યવસ્થા કરવામાં આવશે. કડક નિયંત્રણોનો અમલ સ્થાનિક તંત્ર અને પોલીસની જવાબદારી રહેશે.