અમુક સમયે મુશ્કેલીઓ આવે ત્યારે એકધારી આવવા જ લાગે છે, જયારે આવી મુશ્કેલીઓ આવે છે જેમાંથી એક ટાળો ત્યાં બીજી આવીને ઉભી જ હોય છે ત્યારે તેમાં ઘણા લોકો આને કરમની કઠણાઈ સમજે છે, આવુજ હમણાં કોરોના સમયમાં એક વ્યક્તિ સાથે થયું છે. જેમાં લોક કલાકારો માટે કામ કરતી એક સંસ્થાના એક વ્યક્તિ સાથે બન્યુછે, જે બ્રિટનથી ભારત આવ્યો અને તેને આવી થોડા સમયમાં ઘણી મુશ્કેલીઓ સહન કરવી પડી છે, જે વ્યક્તિનું નામ છે ઈયાન જોન્સ.

તેમને આવેલી કોરોના સંક્ર્મણના સમયમાં મુશ્કેલીઓ તેમના દીકરાએ બનાવેલી વેબસાઈટમાંથી મળી છે. જેને ભારતમાં આવતા જ તેને મેલેરિયા થયો જેની સારવાર કરતા મેલેરિયા સારો થયો ત્યાં વળી ડેન્ગ્યું લાગુ પડ્યો. અને તેમાંથી બચ્યા ત્યાં તેનો કોરોના વાયરસનો ભોગ બન્યા, જેઓ માંડ હજુ કોરોના વાયરસને માત આપીને રિકવર થયા છે. આ સ્થિતિમાં હેમખેમ હતા ત્યાં વળી તેઓને હાલ સાપ કરડ્યો છે અને હાલ તેઓ ગંભીર હાલતમાં છે.
તેઓ વૈશ્વિક સંસ્થાના કામને લઈને ફેબ્રુઆરીમાં ભારતના જોધપુરમાં આવ્યા હતા. પરંતુ તેમનું કાર્ય પૂર્ણ થયા પહેલા લોકડાઉન થઈ ગયું. જેમાં આ વ્યક્તિને મેલેરિયા થયો તેની સારવાર જોધપુરની હોસ્પીટલમાં કરાવી. જેમાંથી સાજા થયા ત્યાં તેઓ ડેન્ગ્યુનો ભોગ બન્યા. જેઓ ડેન્ગ્યુની સારવાર લઈને પોતાના નિવાસે આવ્યા ત્યાં તેમના સાથીને કોરોના થયો જેનાથી તેમને પણ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા, ત્યાં તેમનો રીપોર્ટ નેગેટીવ આવ્યો. પરંતુ સાવચેતી ખાતર તેમને હોસ્પીટલમાં રાખવામાં આવ્યા જ્યાં ફરીથી તેમને લક્ષણનો જણાતા ફરી વખત કરાવતા પોઝીટીવ આવ્યા અને તેમની સારવાર કરવામાં આવી.

જે હાલ સાજા થઈને તેમના વતન પહોંચ્યા ત્યાં તેમને બીજા જ દિવસે કોબ્રા કરડ્યો. જેથી તેમને હોસ્પીટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે જ્યાં તેમની હાલત અન્યંત નાજુક છે. હાલ સાપે જે પગ પર ડંખ માર્યો છે તે ડાબો પગ કામ કરતો નથી. આ અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા બાદ તેમના દીકરાએ તેમની મદદ માટે વેબસાઈટ બનાવવામાં આવી છે. જેમના દીકરાએ વિશ્વ પાસે જરૂરિયાત માટે મદદ માગી છે. www.gofundme.com નામની વેબસાઈટમાં માગેલી મદદ પ્રમાણે 8000 પાઉન્ડની તેમને જરૂર હતી. જેની સામે 17409 પાઉન્ડની લોકોએ મદદ કરી છે. વિશ્વભરના લોકો પરોપકાર અર્થે આ વ્યક્તિ કામ કરી રહ્યો હોવાથી હજુ જરૂર પડ્યે ફંડ માંગવા જણાવ્યું છે.