હાલમાં કોરોના વાયરસનો ખાત્મો બોલાવવા ચાર રસીઓ તૈયાર થઈ ગઈ છે. જેમાં ફાઈઝર, મોડેર્ના, એસ્ટ્રાઝેનેકા અને સ્પુતનિક-વીએ અંતિમ તબક્કો પસાર કરી લીધો છે. જેમાં એસ્ટ્રાઝેનેકા ઓક્સફોર્ડ દ્વારા બનાવવામાં આવી છે. જેની 70 ટકા સફળ રહી છે. જયારે ફાઈઝર, સ્પુટનીક વી, ફાઈઝર અને મોડેર્ના વગેરે 94 ટકા સફળ રહી છે. જેના ઓક્સફોર્ડના ડ્રોપ્સ 90 ટકા સફળ રહ્યા છે.

આ સંપૂર્ણ વેક્સીનો તૈયાર થઈ ગઈ છે. અને આવતા મહિનેથી જ બજારમાં આપવાની શરૂઆત થઈ જશે. ભારત સરકાર દ્વારા વેકસીનની હેરફેર માટે કોલ્ડ સ્ટોરેજની પણ તૈયારી કરી દીધી છે. જ્યારે દેશમાં આ વેક્સીન આપવા માટે મતદાન મથકની જેમ વેક્સીન મથક બનાવીને વેક્સીન આપવામાં આવશે. જેમાં મતદાનની જેમ નાગરિકોએ આવીને વેક્સીનેશન કરવાનું રહેશે. વેક્સીન પ્લાન સરકાર દ્વારા તૈયાર કરી દેવામાં આવ્યો છે.

સરકાર દ્વારા સૌપ્રથમ કોને વેક્સીન આપવામાં આવશે તેની રૂપરેખા તૈયાર કરવામાં આવી છે. સૌથી પહેલા આ રસીકરણ કરનાર વ્યક્તિઓને, તબીબી સ્ટાફને, કોરોના વોરિયર તરીકે ફરજ બજાવી રહેલા કર્મચારીઓને વગેરે લોકોને આ વેક્સીન આપવામાં આવશે. ત્યારબાદ સીનીયર સીટીજનને આ વેક્સીન આપવામાં આવશે. આ લોકોએ ક્યારે રસી અપાશે જેની જાણ મેસેજ દ્વારા કરવામાં આવશે. જેમાં વેક્સીન ક્યારે , કઈ તરીકે, સમય અને સ્થાન પણ જણાવાશે સાથે કઈ સંસ્થા દ્વારા વેક્સીન આપવામાં આવશે અને કોણ વ્યક્તિ આ કાર્ય કરવા આવવાનું છે તે હેલ્થ કર્મચારીનું નામ પણ મેસેજ દ્વારા મોકલવામાં આવશે. સાથે કઈ કંપનીની વેક્સીન આપવામાં આવશે તેની માહિતી પણ મેસેજમાં હશે. સાથે વેક્સીન થયેલા વ્યક્તિનું QR કોડ આધારિત પ્રમાણ પત્ર પણ આપવામાં આવશે. જયારે આ તમામ પ્રક્રિયા ટ્રેકિંગ સીસ્ટમ આધારિત હશે.
આ વેક્સીન લગાવેલ તમામ વ્યક્તીનોનું નિરીક્ષણ પણ કરવામાં આવશે. જેમાં સરકાર દ્વારા વ્યક્તિઓ પર પડતી આડઅસરો અને સામે પણ ધ્યાનમાં રાખવામાં આવશે. સરકાર દ્વારા આડઅસર સામે રક્ષણ આપતા અને રીએક્શનના આધાર પર રક્ષણાત્મક ઇન્જેકશનો પણ તૈયાર રાખશે. જેથી દર્દીને ભોગ બનતા અટકાવી શકાય છે. આ રસીની અસર ઉમર પ્રમાણે અલગ અલગ પડે છે જેથી વ્યક્તિઓનું ધ્યાન રાખીને પગલા લેવામાં આવશે.