હાલમાં લોકો કોરોના થતા હોસ્પીટલમાં સારવાર લઈ રહેલા જીવતા સળગી રહ્યા છે. આ પહેલા અમદાવાદની શ્રેય હોસ્પીટલમાં આગ લાગી હતી જ્યારે અત્યારે બાદ રાજકોટની શિવાનંદ હોસ્પીટલમાં આગ લાગી છે. માણસ કોરોના સામે રક્ષણ મેળવવા જાય છે પરંતુ એવું લાગી રહ્યું છે કે હવે હોસ્પિટલો પણ સુરક્ષિત નથી. રાત્રે લાગેલી આગમાં સારવાર દરમિયાન ત્રણ લોકોના મૃત્યુ થયા છે.

રાજકોટમાં આનંદ બંગલા પાસે આવેલી હોસ્પીટલમાં આગ લાગી હતી. આ ઘટના રાત્રીના 12 વાગ્યાની આસપાસ બની હતી. જેમાં પ્રથમ માળે આવેલી આઈસીયુમાં અચાનક આગ લગતા તે વિકરાળ બની ગઈ હતી. જેથી આઇસોલેશનમાં રાખેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા અને હાહાકાર મચી ગયો હતો.

ઘટના સ્થળ પર ફાયર અને પોલીસની બોલવવામ આવી હતી તથા મહાનગરપાલિકાના અધિકારીઓ મોડી રાત્રે દોડી આવ્યા હતા. આગ પર કાબુ મેળવ્યો પરંતુ આ દરમિયાન ત્યાં રહેલા 11 દર્દીઓ હતા જેમાંથી 6 લોકોના મૃત્યુ થયા છે. જયારે હજુ ૩ લોકોની હાલત ગંભીર છે. તંત્રની આ બેદરકારીથી આગ લાગવા પામી છે. તંત્રે બચાવ કરતા કહ્યું છે કે

અગ્નિશામક યંત્રો હતા પરંતુ આગ તાત્કાલિક લાગતા કાબુ મેળવવામાં સમય લાગી ગયો હતો. પહેલા આગ લાગવાનું કારણ વેન્ટીલેટર સામે આવ્યું હતું પરંતુ તંત્ર આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું કહે છે પરંતુ લોકો આ આગળ વેન્ટીલેટરના કારણે લાગી હોવાનું કહી રહ્યા છે. વિજય રૂપાણી સહિતના લોકોએ આ ઘટના પ્રત્યે દુખ વ્યક્ત કર્યું છે. તેમજ મૃત્યુ પામનાર લોકોના પરિવાર જનોને 4 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે.

સરકાર દ્વારા આ ઘટના અંગે તપાસના આદેશ આપ્યા છે જેમાં એ.કે. રાકેશને જવાબદારી સોંપવામાં આવી છે. જે પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના અધિક મુખ્ય સચિવ છે. જયારે આ હોસ્પીટલમાં આગ લાગતા આ હોસ્પીટલના અન્ય વોર્ડમાં સારવાર લઇ રહેલા 22 લોકોને ઉદય હોસ્પીટલમાં ખચેડાયા હતા. જયારે આ હોસ્પીટલમાં 33 જેટલા દર્દીઓ હતા. મુખ્ય વાત સામે આવી છે કે આ ઘટના સમયે કોઈ ધારાસભ્ય પણ ડોકાયા ન હતા. વિપક્ષના નેતા વશરામ સાગઠીયા જણાવે છે કે અહિયાં ફાયર સિસ્ટમના સાધનો હતા પરંતુ કોઈને તેમનો ઉપયોગ કરતા આવડ્યું નહિ.

આ આગ સમયે અન્ય હોસ્પીટલના સ્ટાફ દોડી આવ્યા હતા અને કાચ તોડીને દર્દીને બહાર કાઢવાનો પ્રયત્ન છે. આમ કોરોના દરમિયાન અનેક હોસ્પિટલોમાં આગ લાગવા પામી છે જેમાં અમદાવાદ અને વડોદરાની હોસ્પીટલ સહીત રાજકોટનો સમાવેશ થાય છે, લોકો સુરક્ષા માટે હોસ્પીટલમાં સેવા લઇ રહ્યા હોય છે જયારે હોસ્પીટલમાં આગ લાગે છે એથી હવે લોકો હોસ્પીટલમાં પણ સુરક્ષિત નથી.