છેલ્લા બે દિવસથી ફરી એક્વખત કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન શરૂ કર્યા છે. જેમાં પંજાબ અને હરિયાણાના ખેડૂતોએ હલ્લાબોલ મચાવ્યો છે જેઓ આજ સવારથી જ દિલ્હી બોર્ડર પર એકઠા થઈ રહ્યા છે. આજે સવારથી જ મોટી સંખ્યામાં ખેડૂતો વધતા સરકારનું ટેન્શન વધ્યું છે. તંત્ર દ્વારા ખેડૂતોને રોકવાના તમામ પ્રયાસો થઇ રહ્યા છે જેમાં તંત્ર દ્વારા રોડ ખોદી નાખવામાં આવ્યા છે. જયારે દિલ્હી તરફની તમામ બોર્ડેર પર સુરક્ષા વધારી દેવામાં આવી છે.

આ વચ્ચે પંજાબ અને હરિયાણા ખેડૂતોની સાથે ભારતીય કિસાન યુનિયન પણ પ્રદર્શન કરશે. જયારે આ યુનિયન દ્વારા યુપીના તમામ નેશનલ હાઈવે પર ચક્કા જામ કરી દેવાની ચીમકી આપવામાં આવી છે. ખેડૂતોને રોકવા માટે સિંધુ બોર્ડર પર કંટાળા તાર લગાવીને બેરીકેટ કરવામાં આવ્યા છે. દિલ્હી પોલીસે બોર્ડર સીલ કરીને વિશાળ સંખ્યામાં પોલીસ તૈનાત કરી દીધી છે. હરીયાણાથી દિલ્હી જતા આવતા તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. આ તમામ વિરોધ પ્રદર્શનો સાથે ખેડૂતો કૃષિ કાયદાને રદ કરવાની અથવા તો તેમાં સુધારો કરવાની માંગ કરી રહ્યા છે. હાલ ખેડૂતોને રોકતા પાણીપત નેશલન હાઇવે પર ટોલની પાસે ધરણા પર બેસી ગયા છે. અને આંજે તેઓ દિલ્હી તરફ પ્રયાણ કરશે.
આ આંદોલન સમય જતા મોટું સ્વરૂપ ધારણ કરી શકે છે. જેથી તંત્ર માટે મુશ્કેલીઓ વધી શકે છે. દિલ્હી મેટ્રો પર પણ આ આંદોલનનો પ્રભાવ પડ્યો છે. જેથી દિલ્હી વિસ્તાર લોકોએ ટ્રાફિક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. જેથી પ્રદર્શન પરના રસ્તાઓ પર નહિ ચાલવાની નાગરિકોને સુચના અપાઈ છે.
આ મામલે ભારતીય કિસાન યુનિયનના રાજ્યના અધ્યક્ષ ગુરુનામ સિંહ ચઢુનીએ કહ્યું કે અમારે કોઇપણ પ્રકારે દિલ્હી પહોંચવાનો પ્રયાસ રહેશે. તેમનું કહેવું છે કે અમે પાણીપતમાં રાત રોકાઈ સવારે ફરી કિશાન આંદોલન કરીશું. સરકાર અને પોલીસને જેટલી મરજી હોય તેટલા બેરીકેટ લગાવી દે, અમે તેને તોડીને આગળ વધીશું. કાલે પોલીસે આંદોલનને રોકવા ટીયર ગેસના સેલ અને ઠંડા પાણીના વોટર કેનનનો ઉપયોગ કર્યો હતો.

એમાં ખેડૂતોએ પોલીસ પર પથ્થર મારો કર્યો હતો અને પોલીસના વાહનોને નુકશાન પહોચાડ્યું હતું. હરિયાણામાં ભાજપની સરકાર છે જેમણે ખેડૂતોને રોકવાનો પ્રયાસ કર્યો હતો છતાં ખેડૂતોએ સફળતા પૂર્વક બ્રીજ પાર કરીને રેલીને આગળ વધારી હતી. આ સાથે હરિયાણા પોલીસે જાહેર કર્યું છે કે કોરોના મહામારીની પાબંદીને કારણે રાષ્ટ્રીય રાજધાની અને માર્ચ કરવાની પરવાનગી નહિ મળે. આંદોલનકારીઓને રોકવા અનેક સંવેદનાશીલ વિસ્તારોમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે.
આ સાથે ખેડૂતો પણ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે અમે શુક્રવારનો નાસ્તો દિલ્હીમાં જ કરીશું અને તેઓ કહે છે કે અમે શાંતીથી આંદોલન કરી રહ્યા છીએ, અને લોકતંત્રમાં પ્રદર્શનની મંજુરી હોવી જોઈએ. અમે કોઇપણ કાળે આંદોલન ચાલુ રાખીને દિલ્હીમાં એન્ટ્રી કરીશું. આ આંદોલનને જોતા દિલ્હી પોલીસે 9 સ્ટેડીયમને અસ્થાયી જેલ બનાવવાની મંજુરી માંગી છે. દિલ્હી તરફ જતા રસ્તાઓ રોકી દેતા ખેડૂતો ખેતર તરફના રસ્તાઓથી જવા મજબુર બન્યા છે. પોલીસે ખેડૂતોને રોકવા બોર્ડર પર ટ્રકોને ઉભા કર્યા છે.
આ વચ્ચે કેન્દ્રીય કૃષિ મંત્રીએ આંદોલન રોકવા માટે કહ્યું છે કે અમે ત્રણ 3 ડિસેમ્બરે આ મામલે વાત કરીશું. જ્યારે અલગ અલગ પ્રયાસ કરીને ખેડૂતો દિલ્હી તરફ જવાનો પ્રયાસ કરશે જેને કારણે ફ્લાઈટ પર પણ અસર થઈ છે. જેમાં દિલ્હી તરફ જતી ફ્લાઈટ 3 હજારની જગ્યાએ 35 હજાર થઈ ગઈ છે. જેના કારણે યાત્રીઓને ભારે મુશ્કેલી પડી છે.