ગુજરાતમાં હાલમાં લગ્નની સીઝન અને શિયાળાની ઋતુ સાથે કોરોનાએ દોસ્તી કરી હોય જેમ દિવસે દિવસે કેસો વધતા જાય છે. જેમ આતંકવાદીની માફક કોરોના આતંક મચાવી રહ્યો છે. રાજ્યમાં કોરોનાના દિવસે દિવસે કેસો વધી રહ્યા છે. છેલ્લા એક અઠવાડિયાથી સતત કેસોનું પ્રમાણ વધતું જાય છે. જ્યારે અમદાવાદ સહીત સુરત, રાજકોટ અને વડોદરામાં રાત્રી કરફ્યુ લગાવવામાં આવ્યા છે. જ્યારે આજે અત્યાર સુધીના સૌથી વધુ 1560 કેસો સામે આવ્યા છે.

આ સાથે 1302 જેટલા દર્દીઓ રીકવર પણ થયા છે જયારે 16 જેટલા લોકોના મૃત્યુ થયા છે. આ સાથે ગુજરાતના કુલ કેસની સંખ્યા 2,03,506 થયા છે અને જેમાંથી 185058 જેટલા વ્યક્તિઓ રીકવર થયા છે અને હાલમાં 14529 જેટલા લોકો સંક્રમિત છે. અત્યાર સુધીના ગુજરાતમાં કોરોનાને કારણે 3922 લોકોના મૃત્યુ થયા છે. આ બધાં કેસોમાં સૌથી વધુ કેસો આજે નોંધાયા છે. હાલમાં અમદાવાદમ 361 કેસો અને 12 લોકોના મૃત્યુ થયા છે. સુરતમાં 289 કેસ 3ના નોંધાયા છે. વડોદરામાં 180 કેસ 1 મોત, રાજ્કોટ 138 કેસ, ગાંધીનગર 70 કેસ, મહેસાણા 40, પંચમહાલ 29, આણંદ 28 કેસ, ખેડા 28, મહિસાગર 26 જેટલા કેસો નોંધાયા છે.

આ તમામ કેસો વચ્ચે સાજા થવાનો દર 90.93 ટકા છે જે ગુજરાત માટે સારી બાબત છે. આજે ગુજરાતમાં મૃત્યુ પામેલા વ્યક્તિઓમાં 12 અમદાવાદના, ૩ સુરતના અને વડોદરાના 1 મળીને 16 વ્યક્તિઓના મૃત્યુ થયા છે. ભારતમાં કોરોનાના કુલ કેસો 92 લાખ 70 હજાર જેટલા છે જેમાંથી 86 લાખ અને 80 હજાર લોકો સાજા થયા છે અને 1 લાખ અને 35 હજાર જેટલા લોકોના મૃત્યુ થયા છે. જેમાં સૌથી વધારે કેસો મહારાષ્ટ્રના છે જે 18 લાખ કેસો થયા છે. જેમાંથી 46748 લોકોના મૃત્યુ થયા છે.