ભારતીય નૌસેનાનું વિમાન મિગ 29 K ટ્રેનર વિમાન અરબ સાગરની ઉપર દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું છે. સમાચાર અહેવાલો પ્રમાણે એક પાઈલોટનો રેસ્ક્યુ કરવામાં આવ્યો છે જયારે બીજો પાઈલોટ લાપતા છે. ભારતીય નૌસેનાએ કહ્યું છે કે મિગ 29 K ટ્રેનર વિમાન ગુરુવાર સાંજે લગભગ 5 વાગ્યાની આસપાસ અરબ સાગરમાં દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું છે. પાઈલોટની શોધખોળ માટે અભિયાન ચાલુ છે. ઘટનાની તપાસ માટે આદેશ આપી દીધા છે.

આવી ઘટના આ પહેલા ફેબ્રુઆરીમાં પણ બની હતી. જેમાં એક ભારતીય નૌસેનાનું મિગ વિમાન ગોવામાં એક રૂટીન ઉડાન ભરતા સમયે દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું. મિગ 29 K વિમાન ગોવાના તટ પર એક ટ્રેનીંગનું આયોજન કરી રહ્યું હતું. ત્યારે વિમાન લગભગ સાડા દસ વાગ્યે દુર્ઘટના ગ્રસ્ત થયું હતું. જેમાં પાયલોટને બચાવી લેવામાં આવ્યો હતો.
ભારતીય નૌસેના દરિયાઈ સીમા સહીત ભારતિય સેનામાં પાણીમાં રહેલા ઓપરેશનો પાર પડે છે. ભારતમાં સીમા સુરક્ષા અને દરિયાઈ સુરક્ષામાં પણ નૌસેના ભાગ ભજવે છે. નૌસેના ઓવરક્રાફ્ટ અને સબમરીન પણ વાપરે છે અને દુશમન સામે દેશને બચાવે છે. નૌસેના જવાનો માટે નૌસેનાના ખુબ જ સંવેદનશીલ રીતે દરિયાઈ અને પાણીમાં હુમલો કરવા માટે યુદ્ધ જહાજો ધરાવે છે. હાલમાં ભારતના નૌસેના જહાજો પાકિસ્તાન સરહદે અને ચીન સરહદે નજર રાખે છે.

નૌસેના જવાનોને પાણીમાં તરવાની અને લાંબા સમય સુધી પાણીમાં રહેવાની ટ્રેનીંગ હોય છે, જયારે ભારતનું આ નૌસેનાનું આકાશી જહાજ પણ દુર્ઘટના ગ્રસ્ત થતા સમુદ્રના અરબ સાગરમાં પડ્યું હતું જેમાં એક પાયલોટ બચી ગયો છે જયારે બીજો પાઈલોટ લાપતા છે જો કે જે વિમાનમાંથી બચવાની અને પાણીમાં તરવાની તાલીમ હોય છે પરંતુ સંજોગોવસાત કોઈ નુકશાની થઈ હોય શકે. જેમ કે પાણીમાં કોઈ મુશીબત આવી હોય અથવા વિમાનમાં જ આગ લાગી હોય. જેવા કારણોસર બચી ના શક્યા હોઈ શકે.